આ મહિનાની શરૂઆતમાં જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં ઘાયલ થયેલ એક આતંકવાદી શુક્રવારે મૃત હાલતમાં મળી આવ્યો હતો. અધિકારીઓએ માહિતી આપી હતી કે 5 ઓગસ્ટના રોજ રિયાસી જિલ્લાના ગુંડા ખવાસ વિસ્તારમાં ગોળીબારમાં એક આતંકવાદી માર્યો ગયો હતો અને બીજો ઘાયલ થયો હતો. તેમણે જણાવ્યું કે એન્કાઉન્ટર બાદ ઘાયલ આતંકી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
આ મહિનાની શરૂઆતમાં જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં ઘાયલ થયેલ એક આતંકવાદી શુક્રવારે મૃત હાલતમાં મળી આવ્યો હતો. અધિકારીઓએ માહિતી આપી હતી કે 5 ઓગસ્ટના રોજ રિયાસી જિલ્લાના ગુંડા ખવાસ વિસ્તારમાં ગોળીબારમાં એક આતંકવાદી માર્યો ગયો હતો અને બીજો ઘાયલ થયો હતો.
આ એન્કાઉન્ટર 5 ઓગસ્ટના રોજ થયું હતું
તેમણે જણાવ્યું કે એન્કાઉન્ટર બાદ ઘાયલ આતંકી ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો, જેને શોધી શકાયો નથી.
જમ્મુ ઝોનના અધિક પોલીસ મહાનિર્દેશક (ADGP) મુકેશ સિંહે જણાવ્યું કે ખવાસ એન્કાઉન્ટરમાં ઘાયલ થયેલા બીજા આતંકવાદીનો મૃતદેહ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ને રિયાસીના ઢાકીકોટ વિસ્તારમાંથી મળ્યો હતો. તેમણે કહ્યું કે અધિકારીઓએ સ્થળ પરથી 2 ગ્રેનેડ, 3 એકે મેગેઝીન, 90 એકે રાઉન્ડ, 32 પિસ્તોલ રાઉન્ડ અને કેટલીક અન્ય સામગ્રી જપ્ત કરી છે.