કેટલાક અધિકારીઓની બદલી કેમ નથી તે મામલે ચૂંટણી પંચે નોટીસ પાઠવી હતી. કેન્દ્રીય ચૂંટણી પંચે આજે સાંજ સુધીમાં અમદાવાદ અને સુરતમાં કાર્યરત 6 વરિષ્ઠ IPS અધિકારીઓ સહિત 51 અધિકારીઓના રિપોર્ટનો અમલ કરવા જણાવ્યું છે. જેથી તંત્રએ તેની અમલારીનો દિશા નિર્દેશ કર્યો હોવાનું સામે આવી રહ્યું છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા અધિકારીઓની બદલીઓ એક પછી એક થઈ રહી છે. આઈએએસ બાદ હવે પોલીસ બેડામાં પણ બદલીના ભણકારા સંભળાઈ રહ્યા છે. ત્યારે કેટલાક અધિકારીઓની બદલીઓ કેમ નથી કરાઈ તેનો જવાબ પંચે માંગ્યો હતો.
આ મામલે પંચે રાજ્ય સરકારને નોટિસ મોકલીને પોલીસ વડા અને રાજ્યના મુખ્ય સચિવ પાસેથી જવાબ માંગ્યો હતો. વિવિધ શહેરોના 6 આઈપીએસ અને કેટલાક અધિકારીઓ મામલે આ જવાબ માંગવામાં આવ્યો હતો. ત્યાર હવે મળતી વિગતો અનુસાર રાજ્ય સરકારે 6 IPS સાથે 51 અધિકારીઓની બદલીનો નિર્દેશ આપ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારે તાજેતરમાં 90 જેટલા અધિકારીઓની બદલી કરી હોવા છતાં, ચૂંટણી પંચે તેમના ગૃહ જિલ્લામાં ફરજ બજાવતા અને ત્રણ વર્ષથી વધુ સમયથી એક જ જિલ્લામાં ફરજ બજાવતા અધિકારીઓની બદલી કરવા જણાવ્યું છે.