બોલીવુડની દીગ્ગજ અભિનેત્રી દીપિકા પાદૂકોણે જોન સિનાની એક ટેલેન્ટ એજન્સીમાં કામ કરવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ તે હોલીવૂડમાં ધમાકેદાર એન્ટ્રી કરશે. દીપિકા પાદુકોણ ફરી એક વખતથી હોલીવૂડમાં ડંકો બજાવવા કવાયત કરી રહી છે. દીપિકા અત્યાર સુધી ભારતમાં સતત ફિલ્મોમાં કામ કરતી દેખાય છે. કેટલાક સમયથી બોલીવુડની કેટલીક અભિનેત્રીની પસંદગી હવે હોલીવુડ બની રહ્યું છે. જેમાં દીપિકાનું નામ સૌથી ઉપર છે. હવે તે વિદેશોમાંથી પણ પોતાની કલાકારી દર્શાવવા ઈચ્છા રાખી રહી છે. જે પ્રકારે દેશી ગર્લના નામથી જાણતી અભિનેત્રી પ્રિયંકા ચોપરા હિંદી ફિલ્મો ઓછી અને અંગ્રેજી ફિલ્મો વધારે ચમકી રહી છે. તે જ પ્રમાણે દીપિકા પાદૂકોણ હોલીવુડમાં ચમકવાની મહત્વાકાંક્ષા રાખી રહી છે. દીપિકા માટે ભાષાની કોઈ સમસ્યા રહેતી નથી.
દીપીકાએ અમેરિકાની એક ટેલેન્ટ મેનેજમેંટ એજન્સી આઈસીએમ પાર્ટનર્સને હોલીવૂડમાં પોતાનું નેતૃત્વ કરવાની જવાબદારી સોંપી છે. આ ટેલેન્ટ એજન્સી દીપિકાને કેટલાક હોલીવૂડ પ્રોજેક્ટ અપાવવામાં મદદ કરશે. દીપિકાએ જે ટેલેટ મેનેજમેન્ટ એજન્સીની સાથે હોલીવૂડની સફર આગળ વધારવાની તૈયારી કરી છે. તે એજન્સીનું સંચાલન જોન સીના, રેજિના કિંગ,ઓલિવિયા કોલમન, લાના કોંડોર, ઈયાન સોમરહલ્ડર જેવા કલાકારો કરી રહ્યા છે. દીપિકાએ પહેલા પણ હોલીવૂડમાં ચમકવા પ્રયાસો કરી જોયા હતા. વર્ષ 2017માં રિલીઝ થયેલી ફિલ્મ ટ્રિપલ એક્સ – રિટર્ન ઓફ જેંડર કેજમાં એક મુખ્ય ભૂમિકામાં તે નજરે પડી હતી. દીપિકા સાથે વિન ડીઝલ, રૂબી ડોજ, ડોની યેન, નિના ડોબરેવ, ટોની જા જેવા કલાકારો પણ તે ફિલ્મમાં નજરે પડ્યા હતા. એક્શન થ્રિલર ફિલ્મ ટ્રિપલ એક્સ – રિટર્ન ઓફ જેંડર કેજ દૂનિયા ભરમાં સફળ રહી હતી. પરંતુ ભારતમાં તેને ઝાઝા પ્રતિસાદ મળ્યો ન હતો.
એટલે દીપિકાનો હવે પ્રયત્ન રહેશે કે તે હોલીવૂડની આગામી કોઈ પણ ફિલ્મ કરે જેનાથી દેશ અને વિદેશ બંનેમાં લોકપ્રિયતા વધે. દેશમાં સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીમાં દિપીકા ટોપ પર રહે છે. કમાણીમાં તો દીપિકા ઘણા અભિનેતાઓને પણ પાછળ છોડી દે છે. દીપિકા પાદૂકોણને બોલીવુડની ફિલ્મોમાં સતત કામ મળતું રહે છે. એટલા માટે દીપિકા પાદૂકોણે હોલીવૂડમાં પણ કામ કરવાની ઈચ્છા પુરી કરવાની દીશામાં કદમ માંડ્યું છે. દીપિકાએ હાલમાં જ તેલુગુ ફિલ્મોના સુપરસ્ટાર અભિનેતા પ્રભાસની સાથે એક ફિલ્મની જાહેરાત કરી છે. જેનું નિદર્શન નાગ અશ્વિન કરશે. ફિલ્મ વિશે વધુ કોઈ જાણકારી આપવામાં આવી નથી. દીપિકા હવે અમેરિકાની ટેલેન્ટ મેનેજમેન્ટ એજન્સીનો ભાગ છે. પાદૂકોણ જલદીથી કોઈ હોલીવૂડ પ્રોજેક્ટમાં નજરે પડે તો નવાઈ નહીં હોય. હાલમાં દીપિકા શકુન બત્રાના નિર્દેશનમાં અનન્યા પાંડે અને સિદ્ધાંત ચતુર્વેદીની સાથે એક ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. ફિલ્મ પઠાણનું પણ શૂટિંગ ચાલી રહ્યું છે જેમાં તેની સાથે શાહરૂખ ખાન અને જોન અબ્રાહમ મુખ્ય ભૂમિકામાં રહેશે.