અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની ચુંટણીમાં ભાજપે ભવ્યો વિજય મેળવ્યો છે. જો કે, આમ છતાં ભાજપના જ 16 ઉમેદવારોએ તેની ડીપોઝીટ ગુમાવી દીધી છે. આમ તો કુલ ૪૫૦ ઉમેદવારોને કુલ મતદાનની સરખામણીમાં પુરતા મત નહીં મળતાં ડીપીઝોટ ગુમાવવાનો વારો આવ્યો છે. પણ ભાજપની લહેર વચ્ચે પણ ૧૬ ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ છે. જેમાં ગોમતીપુર, મક્તમપુર, દાણીલીમડા અને જમાલપુર વોર્ડના ભાજપના તમામ ઉમેદવારોની ડિપોઝિટ ડુલ થયાનું જાણવા મળ્યું છે. ડીપોઝીટ ડુલ થઈ હોય તેવી પાર્ટીમાં કોંગ્રેસ અને આપ પણ સામેલ છે. કુલ મતદાનના ૧૬માં ભાગના એટલે કે, ૬.૨૫ ટકા મત મેળવનાર ઉમેદવારોને ડિપોઝિટ પરત મળતી હોય છે. જ્યારે ૬.૨૫ ટકા કરતાં ઓછા મત મેળવનાર ઉમેદવારોએ ડિપોઝિટ પણ ગુમાવવી પડે છે. કોંગ્રેસના પણ ૬૫થી વધુ ઉમેદવારો તથા સૌથી વધુ આમ આદમી પાર્ટીના ૧૪૭ વધુ ઉમેદવારોને ડિપોઝિટ ગુમાવવી પડી છે. જયારે AIMIM, બહુજન સમાજ પાર્ટી, બહુજન મુક્તિ પાર્ટી, ગરવી ગુજરાત પાર્ટી, અપના દેશ પાર્ટી સહિતના વિવિધ પક્ષના તેમજ અપક્ષ તરીકે ઉમેદવારોની નોધાવનાર ૨૨૦ ઉમેદવારોની
ડિપોઝિટ જપ્ત થઈ ગઈ છે.