26 જાન્યુઆરીએ ભારતમાં દેશી રમત FAUGને લોન્ચ કરી દેવાઈ છે. જેના એક જ દિવસમાં 1 મિલિયન કરતા પણ વધુ યુઝર્સે તેને ડાઉનલોડ કરી હતી. આ બાબત તેની લોકપ્રિયતા બતાવે છે. આ રમત હાલમાં Android વપરાશકર્તાઓ માટે ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ કરાઈ છે, જયારે એપલ આઇફોન વપરાશકર્તાઓએ રમત માટે થોડી રાહ જોવી પડશે. એટલે કે હાલ આ રમત માત્ર Android OS પર કામ કરતા સ્માર્ટફોન અને ટેબ્લેટ્સ પર રમી શકાશે. FAUG રમતમાં કોઈ બેટલ રોયલ મોડ નથી. પરંતુ રમત ગાલવાલ ઘાટીના એપિસોડ સાથે સ્ટોરી મોડમાં રમી શકાય છે. જે ખેલાડી મોબાઈલમાં પબજીની રાહ જોઈ રહ્યા હતા તેવા ભારતના યુઝર્સને આ ગેમથી વિશેષ આનંદ મળવાની આશા છે. જો કે, ફોજી રમત માટે ભારતના યુઝર્સે કેટલીક તકેદારી રાખવી જરૃરી છે. ગેમ ડાઉનલોડ કરતા પહેલા તમારે તમારા સ્માર્ટફોનને Wi-Fi થી કનેક્ટ કરવો સાથે જ ફોન ઓછામાં ઓછો 20 ટકા ચાર્જ છે કે નહીં તેની ખાતરી કરી લેવી. 460 MB ગેમની સાઈઝ હોવાથી તમારા ફોનમાં તે માટે ઈન્ટરનલ સ્ટોરેજમાં જગ્યા વિશે પણ જાણી લેવું. આ ગેમ રમવા માંગતા હોય તો તમારા ફોનમાં ઓછામાં ઓછી 2 જીબી / 3 જીબી રેમ હોવી જોઈએ. FAU-G ગેમ, Android Oreo (Android 8) અને તેથી વધુ અપડેટ વર્ઝનના હેન્ડ સેટ પર કામ કરી શકશે. હાલમાં, FAUG રમત હિન્દી, અંગ્રેજી અને તમિલ એમ ત્રણ ભાષામાં લોન્ચ થઈ છે. જો કે, ભોજપુરી, મલયાલમ, બંગાળી અને અન્ય ભાષામાં પણ ગેમને લોન્ચ કરવામાં આવશે તેમ એનકોર ગેમ્સના સ્થાપકે જણાવ્યું હતુ. જો કે, તેની સમયમર્યાદા નક્કી કરાઈ નથી. કેટલાક યુઝર્સ ઘણાં સમયથી માની રહ્યા હતા કે, FAUG રમત PUBGનો વિકલ્પ છે. પરંતુ તે માન્યતા ખોટી છે.