વલસાડ જિલ્લાના ડુંગરી વાઘલધારા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થઇ છે. પોલીસને વાહન ચેકિંગ દરમિયાન એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. વાહન ચેકિંગ દરમિયાન પોલીસને એક કાર પર શંકા જતા તે કારને રોકવામાં આવી હતી અને ચેકિંગ દરમિયાન પોલીસને 58 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે, ડુંગરી વાઘલધારા ચેકપોસ્ટ પર પોલીસની એક ટીમ વાહન ચેકિંગ કરી રહી હતી. એ સમયે Gj-06-DQ-8479 બ્લેક અલ્ટો કાર પોસ્ટ પર પહોંચી હતી.
પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસને શંકા જતા કારને રોકવામાં આવી હતી. કારમાં ત્રણ ઇસમો સવારી કરી રહ્યા હતા. પોલીસે ઝડતી લેતા 58 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યો હતો. પોલીસે ત્રણય ઇસમોની અટકાયત કરી લીધી હતી. આ આરોપીઓ મુંબઇથી અમદાવાદ જઇ રહ્યા હતા. પકડાયેલ આરોપીઓમાં 1.રિઝવાન ડોચકી રહે. ખાજા ગેટ જામનગર, 2.મંઝીડ મકરાણી રહે. જામનગર, 3 શરજહાં બલોચ રહે જામનગરનો સમાવેશ થાય છે. કુલ 58 ગ્રામ એમ.ડી ડ્રગ્સ જેની કિંમત 5,83,600 અને કાર જેની કિંમત 2 લાખ અને રોકડ રૂ.7,94,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.