બીલીમોરા ગૌહરબાગ માં વિધ્નહર્તા યુવક મંડળ ગણેશ ઉત્સવ અને નવરાત્રી ઉત્સવ થકી ધર્મ ની ધજા ફરકાવે છે. આદ્યશક્તિ નાં આરાધના પર્વે એલએમપી મેદાન ઉપર જશ મેલોડી સુર સંગીત નાં સથવારે નવરાત્રી પર્વ ની ઉજવણી કરાઈ હતી. જેમાં બીલીમોરા દેસરા વિસ્તાર સ્થિત રામજી મંદિર ને આર્થિક રીતે મદદરૂપ બનવાની આગોતરી જાહેરાત કરાઈ હતી. જેને બીલીમોરા ની ધર્મપ્રેમી જનતા એ બહોળો પ્રતિસાદ આપ્યો હતો. અને ગામે ગામ થી ખેલૈયાઓ ઉમટી પડ્યા હતાં. જેને પગલે નવરાત્રી ઉત્સવ યાદગાર રહ્યો હતો.
દરમ્યાન દશેરા પર્વે દેસરા રામજી મંદિર ટ્રસ્ટ નાં પ્રમુખ વિનોદભાઈ દેસાઈ ને રૂ.૫.૧૧ લાખ નો ચેક અર્પણ કર્યા હતો. આ પ્રસંગે વિધ્નહર્તા મંડળ નાં પ્રમુખ પ્રજ્ઞેશ પટેલ, યતિન મિસ્ત્રી, મનીષ નાયક, મનીષ દેસાઈ, વિજય પટેલ, ચિંતન શાહ, અલ્કેશ શાહ, કીર્તિ મિસ્ત્રી, મુકેશ પટેલ, જીગર નાયક, ભાવિન પટેલ, મનીષ પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે નવરાત્રી નું આયોજન સેવાકીય ભાવના સાથે કરીએ છીએ, માતાજી અમોને વધુ ને વધુ સેવા કરવાની શક્તિ અર્પે એવી પ્રાર્થના. તે સાથે ગૌ સેવા નો પણ સંકલ્પ લેવાયો હતો.
ગૌ સેવકો ને મંડળ આર્થિક રીતે મદદરૂપ બનશે. વધુ મા વિઘ્નહર્તા મંડળે તેજ દિવસે શહેર ભર મા રખડતા પશું ઓને અકસ્માતે પોંહચતી ઈજા માટે તેમજ બીમાર પશુઓને માટે એવી જાહેરાત કરી હતી કે મંડળ અકસ્માતે યા બીજા કોઈ અન્ય કારણે જો પશુઓ ઇજાગ્રસ્ત થશે અને તેની સારવાર માટે જે કાંઈ પણ ખર્ચ થશે જેની જાણકારી મંડળ ને કરાતા તે સહાય મંડળ આપવાની જાહેરાત કરી હતી.વિઘ્નહર્તા યુવક મંડળે બીલીમોરા મા સફળતાપૂર્વક ગરબા નુ ખૂબજ સુંદર આયોજન કરવા સાથે રામજી મંદિર ને 5.11 લાખ ની ભેટ ધરવા સાથે મૂંગા પશુ માટે ની તેમની સેવા ની સંવેદના પ્રસંશા ને પાત્ર છે.