• Sat. Jul 19th, 2025

Dakshin Gujarat Vartman

નીડર અને નિષ્પક્ષ અખબાર...

Gujarat : જામનગર જિલ્લામાં પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂની અધ્યક્ષતામાં ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું.

Gujarat : જામનગર જિલ્લામાં પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂની અધ્યક્ષતામાં ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સમગ્ર જિલ્લાના કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. શાંતિ અને સલામતી જાળવી રાખવા માટે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી.

ક્રાઇમ કોન્ફરન્સ દરમિયાન વિવિધ તાજેતરના ગુનાઓ, સ્થાનિક ઝઘડાઓ, અને નાર્કોટિક્સ, ટ્રાફિક તેમજ સાંપ્રત સામાજિક બાબતો અંગે પણ ચર્ચા કરવામાં આવી. પોલીસ તંત્ર દ્વારા લોકસંપર્ક અને ટેકનોલોજીના વધુ પ્રયોગ દ્વારા વધુ અસરકારક કામગીરી માટે ઊંડાણપૂર્વક ચર્ચાઓ કરવામાં આવી હતી.

બેઠકમાં એડિશનલ એસપી, ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા અને રાજેન્દ્ર દેવધા ઉપરાંત તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ હાજર રહ્યા હતા. અધિક્ષકે અધિકારીઓને ખાસ સૂચનાઓ આપીને જિલ્લા અંદર કાયદો વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાના Diverse પગલાં લેવા જણાવ્યું હતું.