• Sat. Jul 19th, 2025

Dakshin Gujarat Vartman

નીડર અને નિષ્પક્ષ અખબાર...

Gujarat : બસ પાછળ લટકી જીવલેણ મુસાફરી, મુસાફરોની સુરક્ષા પર પ્રશ્નો ઊઠ્યા .

Gujarat : વાપી-વલસાડ હાઇવે પર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક અજાણ્યો યુવક વાપીથી બારડોલી જઈ રહીેલી ST બસ (નંબર GJ-18-Z-5798)ના પાછળના ભાગે લટકીને મુસાફરી કરતો જોવા મળ્યો હતો. આ ઘટના રસ્તે પસાર થતા યુવાનોએ ધ્યાનમાં લેતાં તેનો વીડિયો બનાવ્યો હતો, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ ઘટના મુસાફરોની સુરક્ષા સામે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. નિયમ પ્રમાણે બસ ચાલતી વખતે ડ્રાયવરે બંને સાઇડ મિરર તેમજ સેન્ટર મિરર પર સતત નજર રાખવી જરૂરી છે, જ્યારે કંડક્ટરે પણ બસની આજુબાજુ ચેક કરવા જવાબદાર હોય છે. આ ઘટનામાં બંનેની બેદરકારી સામે આવી છે.

હાલ ST વિભાગ તરફથી કોઈ અધિકૃત નિવેદન બહાર પડ્યું નથી. વાપી ડેપોના CCTV ફૂટેજ અને ડ્રાયવર-કંડકટરના રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

વિડિયો બનાવનાર યુવાનો તરત જ બસને ઓવરટેક કરીને ડ્રાયવરનું ધ્યાન દોર્યું હતું. બસ રોકતાની સાથે જ પાછળ છુપાયેલો યુવક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. બસના ડ્રાયવર અને કંડક્ટરને ઘટનાની અગાઉ કોઈ જાણ નહોતી.