• Mon. Dec 8th, 2025

Gujarat : નવસારી LCBની મોટી કામગીરી, ₹10.71 લાખના મુદ્દામાલ સાથે ટેમ્પો ડ્રાઇવર ઝડપાયો.

Gujarat : નવસારી જિલ્લાના ખેરગામ નજીકથી નવસારી LCBએ વિદેશી દારૂથી ભરેલો એક આઈસર ટેમ્પો ઝડપી પાડી મોટું જથ્થું જપ્ત કર્યું છે. પોલીસે ₹10.71 લાખના કુલ મુદ્દામાલ સાથે ટેમ્પોના ડ્રાઇવર નારાણભાઈ ધુસાભાઈ ચૌહાણની ધરપકડ કરી છે. જપ્ત કરાયેલા 2760 નંગ વ્હિસ્કી, રમ અને બિયરની ટીન સાથેની આ કાર્યવાહી જિલ્લામાં ચાલી રહેલી ગેરકાયદેસર દારૂ હેરાફેરી સામેનો મહત્વનો પ્રહાર માનવામાં આવે છે.

ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ LCBની આયોજનબદ્ધ કાર્યવાહી

જિલ્લામાં પ્રોહિબીશન પ્રવૃત્તિઓ પર અસરકારક નિયંત્રણ માટે પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ (સુરત વિભાગ) અને પોલીસ અધિક્ષક રાહુલ પટેલના માર્ગદર્શન હેઠળ LCBએ આ સફળ રેડ અંજામ આપી.

LCB PI વી.જે. જાડેજા, PI એસ.વી. આહીર, PSI વાય.જી. ગઢવી, PSI એમ.બી. ગામીત અને સ્ટાફ સતત ગેરકાયદેસર હેરાફેરી પર નજર રાખ્યા હતા.

ચોક્કસ બાતમી પરથી નાકાબંધી

5 ડિસેમ્બર 2025ના રોજ HC ઐયાઝ મતરફ અને HC બ્રિજેશ સતીશચંદ્રને ચોક્કસ બાતમી મળી હતી કે દાદરા-નગર હવેલીથી વિદેશી દારૂ લઈને એક આઈસર ટેમ્પો (GJ-18-AT-8637) વડોદરા તરફ જઈ રહ્યો છે.

બાતમી મુજબ ટેમ્પો વાપી GIDC ઓવરબ્રિજ → વલસાડ → ગુંદલાવ → ખેરગામ → રાનકુવા → મહુવા → બારડોલી એક્સપ્રેસવે થઈ કીમ હાઇવે તરફ વધવાનો હતો.

આ આધારે સ્ટેટ હાઇવે નં. 701, ખેરગામથી પાણીખડગ જતા માર્ગ પર વંશ ફ્રુટ & વેજીટેબલ્સ દુકાન સામે નાકાબંધી ગોઠવવામાં આવી.

ટેમ્પોમાંથી જથ્થો મળ્યો – ₹10.71 લાખનો મુદ્દામાલ જપ્ત

નાકાબંધી દરમિયાન ટેમ્પોને રોકીને તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની મોટી માત્રા મળી આવી.

જપ્ત મુદ્દામાલમાં સામેલ છે:

2760 બોટલ/ટીન વિદેશી દારૂ — ₹7,66,800/-

આઈસર ટેમ્પો — ₹3,00,000/-

મોબાઇલ ફોન — ₹5,000/-

કુલ મુદ્દામાલ: ₹10,71,800/-

ટેમ્પો ડ્રાઇવર નારાણભાઈ ધુસાભાઈ ચૌહાણ (રહે. કાનપુર ગામ, સાયલા-સુરેન્દ્રનગર)ને ઝડપીને ખેરગામ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનનો ગુનો નોંધાયો છે.