નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ચાપલધરા ગામમાંથી એક ચોંકાવનારી અને ગુજરાતમાં પ્રથમવાર સામે આવેલી ઘટના પોલીસના હાથે પકડી પડી છે. ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)એ zombie નામની ઇ-સિગારેટ સાથે હાઈબ્રીડ ગાંજો જપ્ત કરીને નશાખોરીના નવા પ્રકારનો પર્દાફાશ કર્યો છે.
20 લાખના Zombie ઇ-સિગારેટ અને 8 લાખનો ગાંજો જપ્ત:
SMCના સિનિયર અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પાર પાડવામાં આવેલી આ ઓપરેશનમાં 20 zombie ઇ-સિગારેટ અને 80 ગ્રામ હાઈબ્રીડ ગાંજો મળી કુલ 28 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કેસમાં બે આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે અને તેમની સામે NDPS એક્ટ હેઠળ કલમ 8(c), 20(b)(ii) અને 27 મુજબ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
Zombie ઇ-સિગારેટ શું છે?
Zombie ઈ-સિગારેટમાં “ટેટ્રા હાઈડ્રો કેનાબિનોલ” (THC) નામનું ઉચ્ચ મત્તા આપતું તત્વ હોય છે, જે માનસિક અને શારીરિક રીતે અસરકારક છે. આ પ્રકારના પદાર્થો વ્યસન લાવતાં હોવાથી તેનો ઉપયોગ ભારતમાં ગેરકાયદેસર ગણવામાં આવે છે.
SMCની ચેતી આપતી અપીલ:
ગુજરાત સરકારના નિયમો અનુસાર રાજ્યમાં ઇ-સિગારેટના વેચાણ, ખરીદી અને વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. SMC અને પોલીસ તંત્રએ નાગરિકોને અપીલ કરી છે કે જો નશીલા પદાર્થો સંબંધિત કોઈપણ માહિતી મળે, તો તુરંત પોલીસ અથવા SMCને જાણ કરે.
નવા પ્રકારના નશાના પ્રત્યે સમાજે જાગૃત રહેવાની જરૂર:
આ કેસ એ ઇશારો આપે છે કે નશાખોરી હવે નવી ટેક્નોલોજી અને આધુનિક ઉપકરણો દ્વારા પણ ફેલાઈ રહી છે. ખાસ કરીને યુવાવર્ગ માટે zombie ઇ-સિગારેટ જેવી વસ્તુઓ જોખમરૂપ બની શકે છે. ત્યારે સમાજ, શિક્ષણ સંસ્થાઓ અને પરિવારોએ સમૂહ જાગૃતિ માટે કામ કરવું આવશ્યક છે.