ભાવનગરમાં ધનતેરશના પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. ધનતેરસના પર્વે ધન પૂજન, ધન્વતરી પૂજન અને યમદીપ દાનો કરવામાં આવ્યુ હતુ. આજના મંગલ દિને શુભ મુહૂર્તમાં સિધ્ધ શ્રી યંત્ર, સોનું-ચાંદી, હીરા ઝવેરાત અને આભૂષણો ઉપરાંત વાહનો અને ઈલેક્ટ્રોનિકસ આઈટમો સહિતની ખરીદી કરવામાં આવી હતી ભાવેણાએ મન મુકીને ખરીદી કરી હતી.તનિષ્ક શો-રૂમના મુકેશભાઇએ જણાવ્યુ હતુ કે ગયા વર્ષ કરતા દોઢ ગણુ વેચાણ થયું.
દ્વારકાદાસ વિરચંદવાળા સુનીલભાઇએ જણાવ્યુ હતુ કે રૂા.10 લાખના હાર પાટલાનુ વેચાણ થયું હતુ અને ગયા વર્ષ કરતા સવાયુ થયુ છે., નિલકંઠ જવેલ્સ વાળા જીતુભાઇએ જણાવ્યુ હતુ કે ગયા વર્ષ કરતા ઘરાકી સારી છે, કે.આર.જવેલ્સ વાળા રમેશભાઇએ કહ્યુ હતુ કે નાની વસ્તુમાં લેવાલી હતી,ચંદન જવેલ્સવાળા નિલેશભાઇએ જણાવ્યુ હતુ કે અમારે જવાબ દેવાનો સમય પણ નથી અને બહાર વેઇટીંગ છે., મંગલમ વાળા અમીતભાઇએ કહ્યુ હતુ આ વર્ષે સુપર ડુપર ધનતેરસ રહી., ચીમનલાલ પોપટલાલ વાળા દેવલભાઇએ કહ્યુ કે ઘરાગી સારી છે. લોકોએ મન મુકીને ખરીદી કરતા વાઘાવાડીના વિશાળ શો-રૂમો નાનકડા લાગતા હતા તેમજ દુકાનની બહાર લાંબુ વેઇટીંગ રહ્યુ હતુ.
મેળો ભરાયો તેવુ વાતાવરણ ઉભુ થયુ હતુ. આમ સોનુ સેફ હેવન હોય અને નારીને આમેય સોનુ પ્રિય હોય ત્યારે 10 ગ્રામ સોનાનો ભાવ 50065 હજારનો ભાવ પણને પણ લોકોએ અવગણીને જોરદાર ખરીદી કરી હતી. કાળાનાળામાં પણ જોરદાર ઘરાકી જોવા મળી હતી અને મેઇન બજારમાં પાર્કિગની તકલીફ હોવા છતા ધન તેરસના દિવસે સારી ઘરાકી જોવા મળી હતી. લોકોએ સારી ખરીદી કરતા ગુરૂ પુષ્ય નક્ષત્ર કરતા સારી ઘરાકી રહી હતી, સવારથી એકધારી ઘરાકી શરૂ જ રહી છે. સોનામાં એક તોલાનો ભાવ ગત દિવાળીથી રૂ.3000 વધુ હતો