વલસાડ જિલ્લાનાં સ્ટેટ માર્ગ-મકાન વિભાગનાં ધરમપુર પેટા વિભાગમાં નાયબ ઈજનેર ધર્મેશભાઈ પટેલને પોતાના સારા કામોનું ઇનામ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવ્યું છે. ગુજરાત સરકાર દ્વારા ધર્મશભાઇ પટેલને ખાતાકીય કાર્યપાલક ઈજનેર તરીકે બઢતી આપવામાં આવી છે. તેઓની વલસાડ જિલ્લા પચાયતના કાર્યપાલક ઈજનેર તરીકે બદલી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ અગાઊ ધર્મેશભાઈ પટેલ નાયબ ઈજનેર તરીકે ચીખલીમાં ફરજ બજાવી રહ્યા હતાં. તેમના કાર્યકાળ દરમિયાન ચીખલી થી ખેરગામ રસ્તા,ચીખલી થી વાંસદા અને વાંસદા થી વધઈ જેવાં મુખ્ય માર્ગેનુ નવીનીકરણ કરવામાં આવ્યું હતું.
તેમના આ કાર્યોને લીધે રસ્તાની પહોળાઈ વધારવામાં આવી જેને લીધે વાહન ચાલકોને ખુબ રાહત થઇ છે. ત્રણ વર્ષેથી પણ વધુ સમય ડાંગ જિલ્લાનાં વધઈ સ્ટેટ પેટા વિભાગમાં નાયબ ઈજનેર તરીકે કામગીરી દરમિયાન સરસ પ્રદર્શન કર્યુ હતું. એક સમય એવો હતો જ્યારે સાપુતારા રસ્તો વાહન ચાલકો માટે મોતનો મુખ બન્યો હતો અને ખાસ કરીને ચોમાસા દરમિયાન મોટા-મોટા ખાડાઓ પડી ગયા હતાં જેને લીધે વાહનચાલકોને ખુબ પરેશાનીનો સામનો કરવો પડતો હતો.
આ સિવાય વધઈ થી ભેંસકાતરી,મહાલ અને આહવા જતાં રસ્તાઓમાં ઘણાં યુટર્ન વળાંક હતાં પરંતુ તે સમયમાં નાયબ ઈજનેર ધર્મેશભાઈ પટેલે રસ્તાઓ સાથે યુટર્ન પહોળાં કરવા માટે કામગીરી કરી હતી. અને તેના ફળસ્વરૂપે આજે આ માર્ગો પર અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થયો છે. ડાંગ જિલ્લામાં નાયબ ઈજનેર ધર્મેશભાઈ પટેલની કામગીરીનાં આજે પણ લોકો ખુબ વખાણ કરે છે. વાહનચાલકોમાં વખાણાઈ રહયાં છે. તેમના કાર્યકાળ દરમિયાન એકલ્ય શાળા, આઈટીઆઈ, વધઈ સરકારી કર્મચારીઓ માટે નિવાસો,ગોડાઊન તથા વધઈ માં સ્ટેટ માર્ગનું પ્રવાસીગૃહ જેવી અનેક કામગીરી તેઓએ કરી છે