ભારતીય ક્રિકેટ જગતમાં જાણાતી મહેન્દ્સિંહ એસ ધોનીનો પશુપ્રેમ ચર્ચામાં આવ્યો છે. આ વખતે તેમને ગાયોની સેવા કરવા બદલ સન્માન મળ્યું છે. પશુપાલકોના મેળામાં તેની ઉછેરેલી ગાયની નોંધ લેવાય હતી. ધોની ક્રિકેટ જગતમાં સક્રિય હતો ત્યારથી જ ખેતી અને પશુપાલનમાં રસ દાખવતો હતો. આ પહેલા તેણે ઉગાડેલા શાકભાજીનું સાઉદીમાં વેચાણ કર્યું છે. સાઉદીની કંપનીએ આ માટે ધોની સાથે વિધિવત કરાર પણ કર્યો હતો. ધોની ઘણાં સમયથી તેના ફાર્મ હાઉસમાં 73 ગાયનું પાલનપોષણ કરી રહ્યો છે. જેમાં ફ્રેઝિયન અને સાહિવાલ પ્રજાતિની ગાયો છે, તેમના તબેલામાંથી રોજ 400 લિટર દૂધનું વેચાણ થાય છે. દરમિયાન શુક્રવારે ઝારખંડમાં યોજાયેલા ખેડૂત મેળામાં પૂર્વ ભારતના સેંકડો ખેડૂતો પહોંચ્યા છે. જેમાં ધોનીની ગાય પણ ઈનામ મેળવવા માટે સ્પર્ધામાં સામેલ હતી. આ સમયે ઝારખંડ વિધાનસભાના અધ્યક્ષ રવીન્દ્ર નાથ મહંતોએ ધોનીના પ્રતિનિધિ અને ફાર્મ હાઉસના સંચાલક કુણાલ ગૌરવને ગાયના શ્રેષ્ઠ પશુપાલક તરીકે સન્માન આપ્યું હતુ. આ સાથે જ ખેતીના મેદાનમાં પણ ધોની એક સર્વશ્રેષ્ઠ ખેલાડી સાબિત થયો છે. તેમને આ એવોર્ડ બિરસા એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં ચાલી રહેલા ખેડૂત મેળામાં એનાયત કરાયો હતો.
પુરસ્કાર લીધા પછી ધોનાની ફાર્મ હાઉસના કર્મચારી કુણાલ ગૌરવે કહ્યું હતુ કે ધોની અત્યારે 73 ગાયોને પાળી રહ્યા છે. તેમાં ફ્રેઝિયન અને સાહિવાલ પ્રજાતિની ગાય છે. તેમને પંજાબમાંથી લવાય છે. લગભગ 400 લિટર દૂધનું ઉત્પાદન તેના ફાર્મ હાઉસમાં થઈ રહ્યું છે. આ દૂધનું રાંચીના લાલપુરમાં ફાર્મ હાઉસના કાઉન્ટર પરથી જ વેચાણ કરવામાં આવે છે. ફ્રેઝિયન પ્રજાતિની ગાયનું દૂધ 55 રૂપિયે પ્રતિ લિટર અને સાહિવાલ ગાયનું દૂધ 85 રૂપિયા પ્રતિ લિટરની કિંમતે હોમ ડિલિવરી કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ગૌરવે કહ્યું કે ધોની ગાયોની સેવા પણ કરે છે. તેમના ખાનપાન અને તેમને અપાતી આરોગ્ય વિશેની સારવારનું પણ ધ્યાન રાખે છે. તે એક-એક લિટર વેચાણનો પણ હિસાબ રાખે છે. ધોનીના તબેલામાં 300 ગાયોને રાખવાની જગ્યા છે. આ ઉપરાંત ધોની ગાયની એક ઉત્તમ બ્રીડ તૈયાર કરવામાં પણ પ્રયત્નશીલ છે. ધોનીએ પૂર્વ ભારતના સર્વશ્રેષ્ઠ ગોપાલકનું સન્માન મેળવતા જ ક્રિકેટરો અને તેના ચાહકો તરફથી સોશીયલ મીડિયામાં તેને અભિનંદન પાઠવાયા હતા. ઝારખંડ વિધાનસભાના અધ્યક્ષ રવીન્દ્ર નાથ મહંતોએ આ તકે કહ્યું હતુ કે, આ તેમના માટે ગૌરવની ક્ષણ છે. ધોની આ ગાયોને ખૂબ પ્રેમ કરે છે. તેઓ અહીં હોય ત્યારે દિવસમાં એકવાર ગાયની મુલાકાત લઈને સારસંભાળની સમીક્ષા કરે છે.