આવનારાં દિવસોમાં મુંબઇ પોલીસ સંઘપ્રદેશના મોટાં અધિકારીઓ કે જેઓનાં નામ સુસાઇડ નોટમાં છે તેમની ધરપકડ કરે એવા એંધાણ હાલના તબબકે વર્તાઈ રહ્યાં છે !!
મુંબઈ પોલીસ ટીમના પાંચથી સાત અધિકારીઓએ સંઘ પ્રદેશના કલેકટર અને ડેપ્યુટી કક્ષાના અધિકારીને સમન્સ પાઠવતા ડેલકર આપઘાત કેસમાં મહારાષ્ટ્ર સરકાર નિષ્પક્ષ તપાસ કરાવવાની દિશામાં આગળ વધી રહ્યું હોવાની ચર્ચા !
મુંબઇ પોલીસ સંઘપ્રદેશ દમણમાં તપાસ અર્થે આવતા સુસાઇડ નોટમાં જેમના નામ છે તેવા અધિકારોને એસી ચેમ્બરમાં પરસવો વળી રહ્યો છે અને સમગ્ર સંઘ પ્રદેશની જનતા અને લોકોમાં મોહન ડેલકર આપઘાત કેસમાં ન્યાય મળશે અને જવાબદાર અધિકારીઓને જેલ બેસવાનો વારો આવશે એને લઈ તરહ તરહની ચર્ચાઓ પણ દિવસભરથી થઈ રહી છે !!
સુરત -મુંબઈ : તા. 01.03.2021 અઠવાડિયા અગાઉ દાદરા નગરના લોકપ્રિય અને સાત ટર્મ સુધી ચુંટાયેલા બાહુબલી સાંસદ મોહન ડલેકરે મુંબઈ સ્થિત હોટેલમાં આપઘાત કર્યો હતો જે ચકચારી પ્રકરણમાં ગતરોજ મહારાષ્ટ્ર સરકારના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્ર સરકારને દાદરા પ્રશાશન પૂરતો સહયોગ આપે એવું નિવદેન કર્યું હતું જેના કાઉન્ટરમાં આજરોજ મુંબઇ પોલીસના પાંચથી સાત અધિકારીઓએ દાદરા નગર હવેલીના મોટા અધિકારીઓ કે જેઓનાં નામ સુસાઇડ નોટમાં હોવાથી તેમને તપાસમાં સહકાર આપવા સમન્સ ઇસ્યુ કર્યા હોવાની વાત સમગ્ર સંઘપ્રદેશમાં વાયુવેગે ફેલાઈ હતી અને સમગ્ર દિવસભર આ બાબત ચર્ચાના સ્થાને રહેવા પામી છે. IRS કક્ષાના 2 અધિકારીઓને મુંબઈ પોલીસ ટીમે સમન્સ આપતા સંઘપ્રદેશના રાજકારણથી લઈ ગવર્નર પ્રફુલ પટેલ વિરુદ્ધ જન આક્રોશ ચરમસીમાએ પોંહચ્યો હોવાના પણ અહેવાલ પ્રાપ્ત થયા છે.
આ અંગે આધારભૂત અને વિશ્વસનીય સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ દાદરા નગરના સાંસદ મોહન ડેલકરે ગત સપ્તાહે મુંબઈ મરીન ડ્રાઈવ સ્થિત હોટેલ સી ગ્રીન વ્યૂમાં આપઘાત કરી લીધો હતો જે દરમ્યાન મુંબઈ પોલીસે આ કેસમાં ફોરેન્સિક પુરાવાઓ એકત્ર કર્યા હતા સાથેસાથે મોહન ડેલકર પાસેથી એક સુસાઇડ નોટ મળી હતી જેમાં દમણ દાદરાના ગવર્નર પ્રફુલ પટેલનું નામ હોવા અંગે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે ઘટસ્ફોટ કરતા ચકચાર મચી જવા પામી હતી.ત્યારબાદ ગતરોજ મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર ઉદ્ધવ ઠાકરેએ પ્રેસ વાર્તાલાપ યોજ્યો હતો જેમાં દમણ પ્રસાશન ને સાત ટર્મ સાંસદ રહી ચૂકેલા મોહન ડેલકર આપઘાત પ્રકરણમાં સંઘ પ્રદેશ દમણ દાદરા નગર પ્રસાસન ન્યાયિક તપાસમાં મુંબઈ પોલિસ ને સહકાર તથા સહયોગ આપે એવું જણાવ્યું હતું.ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહને પણ આ મુદ્દે ટેરેટરીના ગવર્નર સહિતના અધિકારીઓ સહયોગ આપે એવી રજુઆત કરી હતી ત્યારે આજરોજ મુંબઈ પોલીસના 5 થી 7 સુપેરકોપ અધિકારીઓ સિલાવસા અને દમણ પોહચ્યા હતા જ્યાં કહેવાય રહ્યું છે અને લોકમુખે વ્યાપક ચર્ચા સમગ્ર પંથકમાં રહી હતી કે મુંબઇ પોલીસ દ્વારા મોટાં 3 અધિકારીઓને સમન્સ ઇસ્યુ કરવામાં આવ્યા છે અને મોહન ડેલકર આપઘાત કેસમાં મુંબઈ પોલીસ સમક્ષ હાજર રહેવા જણાવવામાં આવ્યું છે.
મુંબઈ પોલીસ આજરોજ સંઘ પ્રદેશમાં આવતા આ મુદ્દે સવારથી જ તરહ તરાહની ચર્ચાઓ ચાલી હતી.જેમાં કહેવાઈ રહયું છે કે એક કલેકટર અને એક ડેપ્યુટી કક્ષાના અધિકારી કે જેમના નામ સુસાઇડ નોટમાં છે તેમને તપાસ અર્થે હાજર રહેવા સમન્સ આપવામાં આવ્યું છે અને સહયોગ આપવા જણાવવામાં આવ્યું હતું.મુંબઇ પોલિસ ટીમ આજરોજ દમણ પહોંચતા સમગ્ર પ્રદેશમાં રાજકારણ ગરમાયું હતું અને લોકોમાં ચર્ચાઈ રહ્યું છે મુંબઈ પોલિસ આવનારાં દિવસોમાં મોહન ડલેકર આપઘાત કેસમાં સંઘપ્રદેશના મોટાં અધિકારીઓ કે જે સાંસદને વિવિધ રીતે ત્રાસ આપતાં હતા ટોર્ચર કરતાં હતાં અને અપમાનિત કરતા હતા જેના પગલે મોહન ડેલકરે ન્યાયની આશાએ મુંબઇ જઈ આપઘાત કર્યો હતો તેવા તમામ અધિકારીઓ વિરુદ્ધ મુંબઇ પોલીસ એક્શન મોડમાં આવી ચૂકી હોવાનું પણ જાણવા મળ્યું છે.આજરોજ મુંબઈ પોલીસે સંઘપ્રદેશમાં એન્ટ્રી કરતા ચર્ચાઇ રહ્યું છે કે જેના ઈશારે અને જે મુખ્ય આરોપી છે એવા અધિકારીએ પોતાની ગોઠવણ બચવા માટે શરૂ કરી દીધી છે અને છેક દિલ્હી સુધી છેડા પણ આ અધિકારી જોડી રહ્યા છે જયારે બીજી તરફ આ અધિકારી પોતાની ચામડી બચાવવા દમણ સંઘ પ્રદેશના કેટલાંક પોતાના માનીતા અધિકારીઓને પણ કામે લગાડી ચુક્યા છે કે જેથી કરી પોતાનો બચાવ કરી શકે અને મુંબઇ પોલીસને માહિતી ન આપવા તથા સહકાર ન આપવા પણ ગોઠવણો કરી રહ્યા હોવાની સમગ્ર દમણ દાદરાનગરમાં ભારે ચર્ચા છે.આજરોજ મુંબઇ પોલિસે 3 જેટલાં અધિકારીઓ કે જેઓ IRS લોબીના છે તેમને સમન્સ આપતા સંઘપ્રદેશના લોકોમાં મોહન ડેલકર આપઘાત કેસને લઈ ન્યાય મળવાની આશાઓ વધુ પ્રબળ થઈ રહી હોવાનું હાલના તબબકે જોવા મળી રહયું છે ત્યારે શું આવનારા દિવસોમાં મુંબઈ પોલીસના સુપર કોપ મોહન ડલેકર આપઘાત પ્રકરણમાં મોટા અધિકારીઓની ધરપકડ કરે એવી શકયતા હોવાનું પણ આધારભૂત સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.
સાભાર – https://hindustan-mirror.com લખજો