વલસાડ:વલસાડમાં કોરોના ગાઈડલાઈનના અમલમાં તંત્ર પાસે ન્યાયના બે ત્રાજવા હોય તેમ ભાજપ અને આમજનતા માટે અલગ અલગ કાર્યવાહી કરવામાં આવતું હોવાનું ખુલ્લું પડી જવા પામ્યું છે.સામાન્ય જનતા પર કોરોના ગાઈડલાઈનના અમલમાં બહાદુરી બતાવતું તંત્ર ભાજપના હોદેદારો સામે ઘૂંટણીયે પડી જતું હોવાની પ્રતિતિ થઈ રહી છે.જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ સ્નેહીલ દેસાઈએ અક્કલનું પ્રદર્શન કરતા હોય તેમ ખુલ્લેઆમ સરકારી કેમ્પસમાં જ કોરોનાગાઈડ લાઈનનું વસ્ત્રાહરણ જન્મદિવસની ઉજવણી કરી કેક કાપી પોલીસતંત્રને ખુલ્લો પડકાર ફેંક્યો છે ત્યારે પોલીસતંત્ર આ મુદ્દે કાર્યવાહી કરી ખાખીની લાજ રાખશે કે સત્તાધારીપક્ષ આગળ નતમસ્તક થઈ જશે એ જોવું રહ્યું!
પ્રાપ્ત માહિતી અનુસાર વલસાડમાં કોરોના ગાઈડલાઈનનો ભંગ કરનાર સામાન્ય જનતા તો મોટો ગુનેગાર હોય તેમ તેની સાથે આતંકવાદી જેવો વ્યવહાર થઈ રહ્યો છે તો બીજીબાજુ સત્તાધારીપક્ષના કેટલાક કાર્યકર્તા સતાના મદમાં છાકટા બની તંત્રની હાક અને ધાક સામે સવાલો ઉભા કરી કોરોનાગાઈડ લાઇનના ધજાગરા ઉડાડી રહ્યા છે છતાં તેમને કોઈ ઉની આંચ આવતી નથી.
વલસાડ જિલ્લાના ભાજપના યુવા મોરચાના પ્રમુખ સ્નેહલ દેસાઈની બર્થ ડે પાર્ટી સરકારી કેમ્પસમાં જ યોજાઈ હતી. જેમ નહિ તો સોસીયલ ડિસ્ટનસિંગ દેખાયું હતું કે નહીં તો કોઈના ચહેરા પર માસ્ક દેખાયું હતું. .યુવા નેતાની ઉજવણીમાં નેતાઓ કાર્યકર્તાઓ ભાન ભૂલી ગયા હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. કોરોનાગાઈડ લાઇનમાંથી જાણે વલસાડને મુક્તિ આપવામાં આવી હોય તે જ રીતે ભાજપના યુવા નેતાઓએ બર્થડે પાર્ટીમાં જલસા કર્યા હતા.
ધાર્મિક કાર્યક્રમોમાં કોરોના ગાઈડલાઈન ના અમલમાં કડક થઇ જતું પોલીસતંત્ર ભાજપ કાર્યકર્તાઓના તમાશા મુકદર્શક બની જોઈ રહ્યા છે. હાલ તો આ બર્થડે પાર્ટીના ફોટા સોસીયલ મીડિયામાં વાયરલ થતા લોકો ટીકાનો વરસાદ વરસાવી રહ્યા છે ત્યારે ભાજપના અને પોલિસતંત્ર ના ઉચ્ચધિકારીઓ આ બાબતે મૌન તોડસે ખરા? શુ જિલ્લા પોલીસ વડા કે કલેકટર આ બાબતે કાર્યવાહી કરશે ખરા?