સામાન્ય સંજોગોમાં સૌએ ડાઈનોસોરનું નામ જ સાંભળ્યું છે. કેટલાક વર્ષો પહેલા હોલીવુડની એક ફિલ્મમા તેની કાયા, હરકતો અને અન્ય લાક્ષણિકતા વિશે ચિત્રાંકન થયું હતુ. જો કે, ડાઈનાસોર સાથે સંકળાયેલી અનેક બાબતો તો આજે પણ રહસ્યમય જ છે. હાલમા તેની સાથે જોડાયેલી વધુ કેટલીક વિગતો સંશોધકોએ જાણી છે. આજથી 6.6 કરોડ વર્ષ પહેલા પૃથ્વી સાથે કોઇક અંતરિક્ષ ટકરાતાં તેની સૌથી વધુ અસર ડાઇનોસોરને થઈ હતી. સંશોધકો માને છે કે આ જ ઘટનામાં ડાઈનાસોર નામશેષ થઇ ગયા હતા. જયારે તે સમયે કોઈક રીતે મગરો બચી ગયા હતા. શરીરનો આકાર અને આબોહવા સામે ટકવાની ક્ષમતાને કારણે મગરનું અસ્તિત્વ બચી ગયું હતુ. સંશોધકોના દાવા મુજબ ૬.૬ કરોડ વર્ષ પહેલાં મેક્સિકોના અખાતી વિસ્તાર સાથે એક મોટા શહેર જેટલા કદના અંતરિક્ષ પદાર્થની અથડામણ થઈ હતી. તેની અસર સીધી ધરતીના પ્રાણી અને વનસ્પતિને થઈ હતી. આ સમયે હજારો પ્રાણી અને વનસ્પિતનો નાશ થયો હતો. જો કે, મગરે સૂર્યમાંથી ઊર્જા મેળવીને અસ્તિત્વ જાળવી રાખ્યું હતું. મગર એક એવુ પ્રાણી છે જે પાણીમાં અને બહાર પણ સરળતાથી જીવી શકે છે. ઘોર અંધકારમાં તેને કોઈ અસર થતી નથી.
આ ઉપરાંત કોઈરીતે ઈજા થઈ હોય તો પણ તે અસ્તિત્વ ટકાવી રાખે છે. આવી ક્ષમતા ડાઇનોસોરમાં ન હતી. તેને પોતાનુ અસ્તિત્વ ટકાવવા ઉષ્માભર્યા વાતાવરણની આવશક્યતા રહે છે. તેનાથી વિપરીત મગર પોતાના શરીરના તાપમાનને નિયંત્રિત કરી શકતા ન હોવાથી વાતાવરણમાં ઉષ્મા તેમને અનુકૂળ આવે છે. સંશોધકો સ્વીકારે છે કે, મગરો પ્રાણવાયુનું સ્તર જાળવવાની ક્ષમતા ધરાવતા હોવાથી પાણીમાં એક કલાક સુધી રહી શકે છે. મગર ગુસ્સે હોય અથવા તો જોખમમાં હોય તો ધરતી પર પણ ખૂબ ઝડપથી આગળ વધી શકે છે. આજે આવા ૨૫ પ્રાણી જ હયાત છે. આ વિશે સંશોધક ડો. સ્ટોકડેલ કહે છે કે, પર્યાવરણ સાથે જ મગરની ઉત્ક્રાંતિ શરૂ થાય છે. વિશ્વની મોટી પ્રાણી અને વનસ્પતિ સૃષ્ટિ નાશ પામી ત્યારે મગર અસ્તિત્વ જાળવવામાં સફળ રહ્યા હતા. તેનુ કારણ એવુ મનાય છે કે, મગરનું રુધિર ઉષ્ણ છે. તેથી વધારે આહાર લીધા પછી પણ આ પ્રકારના પ્રાણીઓને ઊર્જામાં રૂપાંતર કરવાની જરૂર નથી પડતી. વળી, મગરની રચનામાં કોઇ મોટો ફેરફાર પણ જોવા મળ્યો નથી. જો કે, ૨૦ કરોડ વર્ષ પહેલાંના જુરાસિક સમયગાળા કરતાં મગરનું કદ આજે નાનું છે. તેણે એવો આકાર ધારણ કર્યો છે કે તે ધરતી પર કોઇપણ વૈશ્વિક હોનારત સર્જાય તો પણ તે અસ્તિત્વ જાળવી શકે. તેથી જ ડાઇનોસોરને ખતમ કરી નાખનારી હોનારત મગરને નામશેષ કરી શકી ન હતી.