દિવાળી હજુ આવી પણ નથી ત્યાં શહેરની શેરી ગલીઓમાં ફટાકડા ફોડવાનું ચાલુ થઈ ગયું છે. પરંતુ આ ફટાકડા ગોંડલમાં ફેકટરીમાં આગ લગાડી ૪ લાખનું ભરી ખમ નુકશાન સર્જ્યું છે. ગોંડલની પ્લાસ્ટિકની એક ફેકટરીમાં બહાર માલ પાડયો હતો ત્યાં ફટાકડાનો તણખો ઉડતા આગ લાગી હતી. આ આગમાં ૪ લાખનું નુકશાન સર્જાયું હતું. આગ એટલી વિકરાળ હતી કે રાજકોટ, જેતપુર અને ગોંડલના કુલ મળીને ૬ ફાયર બ્રિગેડની ટીમ પાણીનો મારો ચલાવતી હતી તો પણ આગ પણ ૩ કલાકની મહામહેનતે આગ પર કાબૂ મેળવ્યો. ગોંડલના ઉદ્યોગનગરમાં આવેલ બેરિંગ નાં કારખાનાં નાં પટાંગણ માં ભાડેથી રાખવામાં આવેલ પ્લાસ્ટિકના સ્ક્રેપ માં તેમજ પ્લાસ્ટિકની બોરીઓમાં ફટાકડાનો તણખલો પડતા આગ લાગી હતી થોડીવારમાં આગ વિકરાળ સ્વરૂૂપે વિશાળ ગોડાઉનમાં ફેલાઈ ગઈ હતી.
પ્લાસ્ટિકના સ્ક્રેપના ગોડાઉનના આગ લાગી હોવાની જાણ થતા સ્થાનિક ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પ્લાસ્ટિકના સ્ક્રેપના ગોડાઉનના લાગેલી આગના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર દેખાયા હતા. લોકોના ટોળે ટોળા એકઠા થઇ જવા પામ્યા હતા. ફાયરની ટીમથી આગ ઉપર કાબુ મેળવવો મુશ્કેલ બનતા રાજકોટ અને જેતપુરના ફાયરની મદદ મંગાઈ હતી અને રાજકોટ તેમજ જેતપુર ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. કુલ 6 ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવવા માટે 3 કલાક પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો.અંતે આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગ લાગવાની ઘટનાને લઈને ફાયર ઓફિસર અને શહેર પોલીસ સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા.