- સરકારે માની લીધું છે કે, પ્રજા પાસે અમારો કોઇ વિકલ્પ નથી ઍટલે અમે મન ફાવે તેમ શાસન કરીશું કોઇ ફરક પડતો નથી
- કોરોનાનાં મુદ્દે ગુજરાત સરકાર પ્રજાને લોહીનાં આંસુઍ રડાવી રહી છે
- શનિવારે ઉમરગામ તાલુકામાં યોજાયેલા સી.આર. પાટીલના બંને કાર્યક્રમોમાં પોલીસ પ્રશાસનની પરવાનગી ન હતી અને ૧૦૦થી વધુ માણસો કોઇપણ પ્રકારની કોરોના ગાઇડલાઇન્સનો અમલ કર્યા વગર ભેગા થયા હતા
- રવિવારે ઉમરગામ તાલુકાના વલવાડામાં જૈન સમાજના યુવાનોની ક્રિકેટ ટુર્નામેન્ટ રમતા છોકરાઅોને ભિલાડ પીઍસઆઇ વનાર ઉંચકી લાવ્યા અને છેક મોડી સાંજે ગુનો દાખલ કરીને છોડ્યા (તે પણ ઍક જૈન શ્રેષ્ઠીઍ ઍસપી અને ડીવાયઍસપીને સી.આર. પાટીલ સામે ગુનો નોîધાવવાની ધમકી આપતાં પોલીસ ઢીલી પડી)
- રવિવારે રાત્રે ધરમપુર તાલુકા ભાજપ પ્રમુખનાં ઘરે ચાલતાં લગન્ પ્રસંગના કાર્યક્રમમાં પોલીસે પહોîચી જઇને રંગમાં ભંગ પાડ્યો અને યજમાનને ઉંચકી ગઇ
- શું ૧૦૦ માણસનાં લગન્ મેળાવડાઅોથી કોરોના વકરી શકતો
હોય તો, શું સી.આર. પાટીલના ૫૦૦ માણસનાં રાજકીય મેળાવડાઅોમાં
કોરોના નહીં વકરે? - વગર પરવાનગીઍ ક્રિકેટ ટુર્નામેન્ટ રમી રહેલાં જૈન છોકરાઅોને પોલીસ ઉંચકી લાવતી હોય તો સોળસુંબામાં વગર પરવાનગીઍ સી.આર. પાટીલનો મોટો રાજકીય તમાશો યોજનારા સરપંચ અમિત પટેલ સામે હજી સુધી ગુનો શા માટે નથી નોîધાયો ?
- જિલ્લા પોલીસ વડા ડો. ઝાલા સાહેબ હવે તમે ઉમરગામ ચીફ અોફિસર, પાલિકા પ્રમુખ, સોળસુંબા સરપંચ અમિત પટેલ, માજી જિલ્લા પંચાયત પ્રમુખ મણીલાલ પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સામે કોરોના ગાઇડલાઇન્સનો ભંગ કરવાનો ગુન્હો ક્યારે નોîધો છો?
- જા ક્રિકેટ રમતાં છોકરાઅો અને લગન્ પ્રસંગમાં ૧૦૦થી વધુ માણસ ભેગા કરનારા તાલુકા ભાજપ પ્રમુખ ગુનેગાર હોય તો આ લોકો શા માટે નહીં?
સ્થિતિ ઍવી છે કે શાસકો અને તેમનું પ્રશાસન પ્રજાને મૂર્ખ અને નમાલું ગણે છે. જે રીતે કોવિડ-૧૯ની સ્થિતિમાં ગુજરાત સરકાર પ્રજાને દુઃખી કરે છે તે જાતાં ઍક બાબત સ્પષ્ટ થાય છે કે, શાસકોઍ ઍવું માની લીધું છે કે, આપણે કંઇપણ કહીશું, કરીશું તે પ્રજા ર્નિવિરોધ માની જ લેશે. તેના કારણે હવે થાય છે ઍવું કે, નિર્દોષ લોકો આ કોવિડ-૧૯નાં પ્રતિબંધોના ચક્કરમાં રીતસરનાં ખુંવાર થઇ રહ્ના છે. પ્રશાસન રોજ લોકોને કોવિડના જાહેરનામાઅોનો હવાલાઅો આપીને લૂંટી રહી છે તો બીજી તરફ શાસકો પોતે જાહેર હિતમાં લાગુ કરેલા તમામ નીતિ નિયમોને નેવે મુકીને રોજેરોજ તમાશાઅો કરતા રહે છે. જા તમે લગન્ પ્રસંગ કરવા માંગતા હશો તો તે માટે સરકારે લાંબી ચોળી ગાઇડલાઇન્સ બહાર પાડેલી છે. શહેરોમાં તો લગન્ની વાડીઅો ઉપર કે ઘરનાં આંગણે બંધાયેલા મંડપમાં પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમ પહોîચી જાય છે. લગભગ મોટાભાગનાં યજમાનોઍ દંડ ભરવા પડ્યા છે. ઘણા લોકો સામે ગુનાઅો નોîધાઇ ગયા. તમે માસ્ક પહેર્યા વિના બહાર નિકળો તો શહેર કે ગામડાંમાં કોઇપણ પ્રશાસનનો કે પોલીસનો માણસ મળીને તમને ૫૦૦-૧૦૦૦ રૂપિયાનો દંડ ફટકારી દે છે. પણ શાસકોને જાહેર સભાઅો કરવાની હોય, પોતાની વાહવાહી કરાવવાની હોય કે ચૂંટણીઅો જીતવાની હોય ત્યારે આ જ શાસકો જાહેર મેળાવડાઅો કરે છે. જ્યાં કોવિડ ગાઇડલાઇન્સનો સરેઆમ ભંગ થાય છે અને પ્રજા નજરે જાઇ છે કે, જે કાયદાથી અમને દંડવામાં આવી રહ્ના છે તે કાયદાઅો આ સરકારનાં મંત્રીઅો કે તેમનાં પક્ષના નેતાઅોને લાગુ પડતાં નથી.
ગત શનિવાર અને રવિવારના બે દિવસમાં આ જિલ્લાઍ ઍક સાથે પોલીસ વિભાગનાં અલગ-અલગ ચહેરાઅો જાયા. શનિવારે ઉમરગામ ખાતે નગરપાલિકાનાં ખાતમુર્હૂત અને લોકાર્પણના કાર્યક્રમો હતા અને અતિથિ વિશેષ તરીકે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ હાજર રહ્ના હતા. શનિવારે ઉમરગામ નગરપાલિકાના કાર્યક્રમ પછી તરત જ તાલુકાના સોળસુંબા ગામે ગ્રામ પંચાયતના ઍક કાર્યક્રમમાં પણ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ ઉદ્ઘાટન કરવાના હતા. આ બંને કાર્યક્રમોમાં મંત્રીશ્રી રમણભાઇ પાટકર પણ ઉપસ્થિત હતા. ઉમરગામ ખાતે નહીં નહીં તો પણ ૨૫૦ થી ૩૦૦ માણસો કાર્યક્રમમાં હાજર હતા. સોળસુંબાના કાર્યક્રમમાં તો સરપંચે ગ્રામ પંચાયતનાં પ્રાંગણમાં લગભગ ૩૦૦થી વધુ ખુરશીઅો ગોઠવેલી હતી અને આખું ગામ ત્યાં હાજર હતું. આ બંને કાર્યક્રમમાં કોવિડ-૧૯ની ગાઇડલાઇન્સ મુજબ પોલીસ વિભાગ પાસે પરવાનગી લેવાની થાય છે. ઉમરગામનો કાર્યક્રમ પત્યા પછી મંત્રીશ્રી રમણભાઇ પાટકર અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ સોળસુંબા પહોîચ્યા હતા. તેઅો જે હોલનું ઉદ્ઘાટન કરવાના હતા તેમાં દાખલ થયા. ત્યાં જ સી.આર. પાટીલનાં સિક્યુરીટી ગાર્ડે સી.આર. પાટીલને કાનમાં કહ્નાં કે, આ કાર્યક્રમની પરમીશન લેવામાં આવી નથી અને બહાર ઉમરગામનાં ઇન્ચાર્જ પીઆઇ દેસાઇ ઉભેલા છે અને તેઅો અપેક્ષા રાખી રહ્ના છે કે તમે અહીંથી ચાલ્યા જાઅો. પોલીસ વિભાગ સાથે વર્ષોથી નાતો ધરાવતાં ચંદ્રકાંત પાટીલનાં કાન ઉંચા થઇ ગયા અને તેમણે તુરંત જ તેમની સાથે ઉપસ્થિત તમામને હોલની બહાર રવાના કર્યા અને ઇન્ચાર્જ પીઆઇ દેસાઇને બોલાવીને વાતચીત કરી. ચંદ્રકાંત પાટીલે સરપંચ અમિત પટેલને પૂછ્યું કે ભાઇ તમે કાર્યક્રમની પરવાનગી લીધેલી? અમિત પટેલે ના પાડી ઍટલે સી.આર. પાટીલે કોઇપણ જાતની પંચાયતમાં પડ્યા વગર રમણભાઇ પાટકરને લઇને કાર્યક્રમમાંથી ચાલતી પકડી. આ પ્રકરણ અહીં પુરૂ થયું. ઉમરગામ તાલુકાની વાત હતી ઉમરગામ શહેર અને સોળસુંબા ગામની.
બીજા દિવસે ઍટલે કે રવિવારે ઉમરગામ તાલુકાના વલવાડા ગામે જૈન સમાજનાં નાના છોકરાઅોઍ ઍક ખાનગી જમીનમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલું અને છોકરાઅો શાંતિપૂર્વક ક્રિકેટ રમતા હતા. ત્યાં વલસાડ જિલ્લાનાં અત્યંત વિવાદાસ્પદ ભિલાડ પોલીસ સ્ટેશનનાં પીઍસઆઇ વનાર આવી પહોîચ્યા અને જૈન સમાજનાં છોકરાઅોને કોવિડના આ જાહેરનામાનો ભંગ કરવાના આરોપસર પોલીસ સ્ટેશન લઇ આવ્યા. સમય હતો બપોરે ૧૨ વાગ્યાનો. વાપી અને ઉમરગામ તાલુકાના જૈન શ્રેષ્ઠીઅો ભિલાડ પોલીસ સ્ટેશન પહોîચ્યા. જ્યાં તેમણે તેમના છોકરાઅોને છોડાવવા માટેની તજવીજ હાથ ધરી હતી. ૧૨ વાગ્યાથી પોલીસ સ્ટેશનમાં છોકરાઅોને બેસાડી રાખેલા. સાંજ સુધી ભિલાડ પોલીસ સ્ટેશનના પીઍસઆઇ વનારે કોઇ ગુનો પણ નોîધ્યો નહીં અને કોઇ કાર્યવાહી પણ કરી નહીં. પછી જૈન સમાજનાં ઍક અગ્રણીઍ પીઍસઆઇ વનારને કહ્નાં કે ભાઇ તમે ગુનો નોîધો અને છોકરાઅોને જામીન આપો. પણ વનારને માત્રને માત્ર જૈન આગેવાનોને દુઃખી કરવા સિવાય કોઇ બાબતમાં રસ ન હતો. પછી થયું ઍવું કે, જૈન સમાજનાં ઍક અગ્રણીઍ જિલ્લા પોલીસ વડા તેમજ વાપી ડીવાયઍસપીને ફોન કરીને ઍમ પૂછ્યું કે, જા ક્રિકેટ રમતાં છોકરાઅોઍ કોવિડ-૧૯ના જાહેરનામાનો ભંગ કર્યો હોય તો ઉમરગામ ખાતે યોજાયેલા બંને કાર્યક્રમોમાં તમારી પોલીસે શું જાયું અને શું પગલાં લીધા? આ જૈન શ્રેષ્ઠીઍ ડીવાયઍસપીને ઍમ કહ્નાં કે, તેમની પાસે ઍવી વિગત છે કે, સોળસુંબામાં આટલો મોટો કાર્યક્રમ યોજતાં પહેલાં ગ્રામ પંચાયતનાં સરપંચ અમિત પટેલે પોલીસ વિભાગની કોઇ પરવાનગી લીધી નથી તો તમે શા માટે અમિત પટેલ સામે ગુનો નથી નોîધ્યો? શું અમિત પટેલ દેવનાં દીધેલ છે? જા તમે ક્રિકેટ રમતાં છોકરાઅોને અંદર બેસાડી દેવાની ક્ષમતા ધરાવતાં હોય તો ચોક્કસપણે તમારે સોળસુંબાના સરપંચ અમિત પટેલ, આ કાર્યક્રમમાં ટોળું ભેગું કરનારા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ અને મંત્રી રમણ પાટકર સામે પણ ગુનો નોîધવો જ પડે. જા તમે હવે જા આ કાર્યવાહી નહીં કરશો તો મારી પાસે તમામ પુરાવાઅો ઉપલબ્ધ છે, હું તમારા વિરૂધ્ધ નામદાર કોર્ટમાં પિટીશન દાખલ કરીશ.
છેક સાત વાગ્યે ભિલાડ પીઍસઆઇ વનારે જૈન સમાજનાં છોકરાઅોને જામીનમુક્ત કર્યા.
આ બે પ્રકરણોમાં ઍક બાબત સ્પષ્ટ થાય છે કે, ભાજપનાં નેતાઅો, ભાજપનાં મંત્રીઅોને કોઇ કાયદા કાનુન નડતાં નથી, કાયદા કાનૂન તો માત્રને માત્ર સામાન્ય નાગરિકોને જ નડે છે. પોલીસ વડાશ્રીઍ આ બંને બાબતોનું સ્વયં મૂલ્યાંકાન કરવું જાઇઍ કે આખા ગામને ખબર હતી કે સોળસુંબામાં સી.આર. પાટીલ અને રમણલાલનો કાર્યક્રમ થવાનો છે અને ૫૦૦ થી ૧૦૦૦ માણસ ભેગું થવાનું છે. તો ઉમરગામ પીઆઇ અને સોળસુંબા પીઍસઆઇઍ આગલે દિવસે જ સરપંચને બોલાવીને કહેવું જાઇઍ ને કે પરવાનગી લો, પરવાનગી વગર કાર્યક્રમ નહીં કરતાં. સોળસુંબાના કાર્યક્રમની અને ઉમરગામ નગરપાલિકાના કાર્યક્રમની આમંત્રણ પત્રિકાઅો છપાઇ હતી અને આખા ગામમાં વહેîચવામાં આી હતી. વારુ, ઉમરગામ નગરપાલિકાઍ કાર્યક્રમની પરવાનગી લીધેલી કે કેમ? કોઇને ખબર નથી. જા ઉમરગામનાં બંને જાહેર કાર્યક્રમોમાં સરકારનાં મંત્રી અને શાસકોનાં પક્ષના વડા વગર પરવાનગીઍ આટલો મોટો કાર્યક્રમ યોજતા હોય અને તેમની સામે જા કોઇ કાર્યવાહી કરવાની પોલીસમાં સક્ષમતા નહીં હોય તો ક્રિકેટ રમતાં છોકરાઅોને ઉંચકી લાવવામાં કઇ બહાદુરી છે. આ તો તમે કોવિડ-૧૯ના જાહેરનામાઅોને નામે પ્રજાને રંઝાડી રહ્ના છો. કે પછી ધરમપુર પોલીસને સુરાતન ઉપડ્યું અને ધરમપુર પોલીસે લગન્ પ્રસંગ ઉજવતાં તાલુકા ભાજપ પ્રમુખને વરુણીમાં લઇ લીધા કે ભાઇ તારા લગન્ પ્રસંગમાં ૧૦૦ કરતાં વધુ માણસો છે અને સોશ્યલ ડિસ્ટન્સીંગનું પાલન થતું નથી. શું આ ડોક્ટર સાહેબનું જસ્ટીફીકેશન છે?
સરકારે અને શાસકપક્ષે ઍમ માની લીધું છે કે, અમે સુપર પાવર ધરાવનારા શાસકો છીઍ અને પ્રજા પાસે અમારો વિકલ્પ નથી. ઍટલે પ્રજાને ગુલામની જેમ રંઝાડીશું તો કોઇ ફરક પડતો નથી. આ ઍક વિકૃતિ છે. છેલ્લા ત્રણ-ચાર મહિનામાં અમે જિલ્લાની ઇન્ડસ્ટ્રીયલ ઍસ્ટેટને જાડતાં રસ્તાઅો ઉપર પોલીસ ચેકીંગને જાયું છે. શ્રમિક અને કર્મચારી વર્ગને હેલ્મેટ અને માસ્ક નહીં પહેરવાના મુદ્દે લાખ્ખો રૂપિયાનાં દંડ વસુલ કરી લેવામાં આવ્યા છે. લોકોને લોહીના આંસુઍ રડાવવામાં આવ્યા છે.
પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ અને તેમની ટીમે આ શનિ અને રવિવારનાં વલસાડ જિલ્લાનાં ત્રણે-ત્રણ બનાવોને સહિષ્ણુતાપૂર્વક જાવાની અને વિચારવાની જરૂર છે. જા તમે કોવિડ-૧૯ની ગાઇડલાઇન્સનું પાલન કર્યા વિના બેધડક તમાશાઅો યોજતા હોય તો નાના-નાના લોકોનાં લગન્ પ્રસંગોને નાના-નાના મેળાવડાઅોમાં પ્રજાને દુઃખી કરવાનો કોઇ અધિકાર બનતો નથી. કોરોનાનો ભય જા લગન્ પ્રસંગમાં ભેગા થવાથી વધતો હોય તો શું તમારા તમાશાઅોમાં પણ આજ પ્રજા ઉપસ્થિત થાય છે ને? શું તેમને કોરોના તમારા તમાશાઅોમાં નથી થવાનો? જરા તો આંખ ઉઘાડો.
વાત રહી પોલીસ વિભાગની. અમે વારંવાર લખી ચૂક્યા છે કે, પોલીસ અધિકારીઅો કોઇનાં કંટ્રોલમાં નથી. ઍક વિગત ઍવી છે કે ભિલાડનાં બનાવમાં જૈન આગેવાનોઍ મંત્રી રમણ પાટકરને પણ છોકરાઅોને છોડાવવા માટે વિનંતી કરી હતી અને રમણ પાટકરે ઍવો જવાબ આપ્યો હતો કે હું ભિલાડ પીઍસઆઇ વનારને કહું છું. શું થયું? વનારે સાત-સાત કલાક આ ક્રિકેટ રમતાં જુવાન છોકરાઅોને પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખ્યા. જાઅો, ઉમરગામમાં કાર્યક્રમ કરનારા નગરપાલિકા પ્રમુખ અને ચીફ અોફિસરશ્રીને ઉંચકી લાઅો, જાઅો મણીલાલ પટેલ અને અમિત પટેલને ઉંચકી લાવો. હજુ સુધી સોળસુંબામાં વગર પરવાનગીઍ તમાશો યોજનારા અમિત પટેલ સામે પોલીસે કોઇ ગુનો નોîધ્યો નથી. શા માટે? ગ્રામ પંચાયતના પ્રાંગણમાં ૩૦૦થી વધુ ખુરશીઅો ગોઠવાયેલી હતી અને સ્થળ ઉપર ૩૦૦ કરતાં પણ વધુ માણસો ઉપસ્થિત હતા. જેના તમામ વિડીયો ફૂટેજ અમારી પાસે ઉપલબ્ધ છે. જા ક્રિકેટ રમતાં કોરોના વકરે તો સોળસુંબાના કાર્યક્રમમાં કોરોના નહીં વકરે? પોલીસ વડાશ્રી ડો. રાજદિપસિંહ ઝાલા ક્યાં તો વનાર જેવા વિચીત્ર માનસિકતા ધરાવતાં અધિકારીઅોને કંટ્રોલમાં રાખે અને તેમનાં વિભાગને જાણ કરે કે માનવતાવાદી અભિગમ રાખો. આવું નહીં હોય. તમે લોકોને મૂર્ખ નહીં સમજા. દરેક ક્રાંતિનાં મંડાણ શાસકો તરફથી અપાતી પીડા જ્યારે સહનશક્તિની મર્યાદા વટાવે ત્યારે જ થતી હોય છે. પ્રજા તમારી સામે આવીને આંદોલન સ્વરૂપે ઉભી થઇ જાય તે પહેલાં શાસકો અને ખાસ કરીને પોલીસ વિભાગે હવે તો ચોક્કસપણે સતર્ક થઇ જવું પડશે. બાકી આ ખેલ લાંબો નહીં ચાલે.