દિલ્હીમાં પીએમ મોદીના નિવાસસ્થાન ઉપર ડ્રોન ઉડ્યાના સમાચારે હલચલ મચાવી દીધી હતી. SPGએ આ ઘટના અંગે દિલ્હી પોલીસને જાણ કરી છે. દિલ્હી પોલીસે જણાવ્યું કે સોમવારે સવારે 5 વાગ્યે એસપીજીએ પોલીસનો સંપર્ક કર્યો અને જણાવ્યું કે પીએમના આવાસની ઉપર નો-ફ્લાઈંગ ઝોનમાં ડ્રોન ઉડાડવાની માહિતી મળી હતી. આ પછી દિલ્હી પોલીસે મામલાની તપાસ શરૂ કરી છે.
દિલ્હીમાં પીએમનાના નિવાસસ્થાન ઉપર ડ્રોન ઉડ્યાના સમાચારે હલચલ મચાવી દીધી હતી. PMના નિવાસસ્થાન ઉપર ડ્રોન ઉડ્યું હોવાની માહિતી મળતા જ SPGએ દિલ્હી પોલીસને ઘટનાની જાણકારી આપી છે. આ પછી દિલ્હી પોલીસે મામલાની તપાસ શરૂ કરી છે.
ન્યૂઝ એજન્સી અનુસાર, દિલ્હી પોલીસે જણાવ્યું કે સોમવારે સવારે 5 વાગ્યે એસપીજીએ પોલીસનો સંપર્ક કર્યો અને કહ્યું કે વડાપ્રધાનના આવાસની ઉપર નો-ફ્લાઈંગ ઝોનમાં ડ્રોન ઉડાડવાની માહિતી મળી હતી. કેસની તપાસ ચાલી રહી છે.
એટીસીનો પણ સંપર્ક કર્યો
તે જ સમયે, એનડીડી કંટ્રોલ રૂમમાં પીએમના નિવાસની નજીક એક અજાણી ઉડતી વસ્તુ વિશે સૂચના પ્રાપ્ત થઈ હતી. માહિતી મળ્યા બાદ આસપાસના વિસ્તારોમાં ઘણી શોધખોળ કરવામાં આવી, પરંતુ એવું કંઈ મળ્યું નહીં. એર ટ્રાફિક કંટ્રોલ રૂમ (ATC)નો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો, તેઓને પણ PMના નિવાસસ્થાન પાસે આવી કોઈ ઉડતી વસ્તુ મળી ન હતી.
તમને જણાવી દઈએ કે પીએમ હાઉસમાં એક રડાર છે, જે 2 કિલોમીટરની ત્રિજ્યામાં કોઈ પણ વસ્તુ ઉડતી જોવા મળે છે, તો રડાર તેને પકડીને એલર્ટ મોકલે છે. જે બાદ SPG ઉપરોક્ત માહિતી દિલ્હી પોલીસ કંટ્રોલ રૂમને આપે છે. દિલ્હી પોલીસે ઘણા કલાકો સુધી તપાસ કરી, પરંતુ ઉડતા ડ્રોનને શોધી શકી ન હતી