ઉત્તર પ્રદેશના દેવરિયાની એક હોસ્પિટલમાં તબીબોની બેદરકારીનો કિસ્સો બહાર આવ્યો છે. એક ગર્ભવતી મહિલાના સિઝેરિયન ઓપરેશન વખતે તબીબો પેટમાં ટુવાલ ભુલી ગયાનો ગંભીર આક્ષેપ મહિલાના પરિવારે મુક્યો છે. આ સાથે જ મહિલાને આ સ્થિતિમાં 3 મહિના સુધી ભારે પીડા સહન કરવી પડી હતી. દેવરિયામાં બનેલી ઘટના વિશે મળતી માહિતી એવી છે કે, દેવરીયાના ખાનગી હોસ્પિટલના તબીબ પાસે એક સગર્ભા મહિલાની સારવાર 8-10 મહિનાથી ચાલી રહી હતી. તબીબોએ સારવાર દરમિયાન જ તે મહિલાને 2020ના ઓગસ્ટ મહિનામાં પ્રસુતી થશે તેવું જણાવ્યું હતુ.
જે બાદ મહિલા પોતાના પિયર ગૌરી બજાર ચાલી ગઈ હતી. જો કે, તે પછી 12 ઓગસ્ટે મહિલાને પેટમાં પીડા ઉપડી હતી. તેથી તેણી સારવાર માટે તે જ હોસ્પિટલમાં પહોંચી ગઈ હતી. જયાં તબીબોએ અપેક્ષા મુજબ પ્રસુતિનો સમય થઈ ગયો છે તેથી ઓપરેશન કરીને જ બાળકનો જન્મ કરાવવો પડશે તેમ મહિલા તથા તેના પરિવારને કહ્યું હતુ. આપરેશ માટે મહિલા તથા તેના પરિવારે સંમતિ આપતા જ તબીબોએ સશ્ત્ર ક્રિયા કરી હતી. જો કે, બાળકના જન્મ બાદ મહિલાને પેટમાં સતત દુઃખાવો થવા માંડ્યો હતો. આ અંગે મહિલાએ તબીબોને પોતાની સમસ્યા કરી હતી. તો તબીબોએ તે મહિલાને એનીમિયા બીમારી હોય, તેમ કહીને તે અંગે સારવાર શરૃ કરી દીધી હતી. જો કે, નવેમ્બર સુધી સારવાર થવા છતાં મહિલાની સમસ્યા યથાવત રહી હતી. તેથી મહિલાએ તબીબોને રોષ સાથે પોતાની પીડાની ફરિયાદ કરી તો હરણીયાનું નામ લઈને તે મહિલાને ગોરખપુરની હોસ્પિટલમાં રિફર કરાઈ હતી.
ગોરખપુરમાં સારવાર શરૃ થવા છતાં પણ મહિલાને કોઈ જ આરામ ન મળતાં મહિલા લખનઉની હોસ્પિટલમાં પહોંચી હતી. આમ 3 સ્થળે સારવાર કરાવવા છતા તેના પેટનો દુઃખાવો ઓછો થયો ન હતો. દરમિયાન તેના ગામમાંથી તેને ગોરખપુરની એક ખાનગી હોસ્પિટલનું સરનામુ અપાયું હતુ. જયાં તેણી 29 ફેબ્રુઆરીના રોજ દાખલ થયા બાદ એક ઓપરેશન કરાવાયું તો ડૉક્ટર્સ આશ્ચર્યમાં મુકાયા હતા. કારણ કે આ સમયે તે મહિલાના પેટમાંથી ટુવાલ મળી આવ્યો હતો. ટુવાલને કારણે પેટમાં ઈન્ફેકશન ફેલાવા સાથે ગર્ભાશય સળી ગયું હતુ. હાલમાં મહિલાની સ્થિતિ અત્યંત નાજૂક હોવાનું તબીબોએ જણાવ્યું છે. સાથે જ સીઝરીયન દરમિયાન પેટમાં ટુવાલ ભૂલી જવાયો હોવાનું નિદાન પણ નીકળ્યું છે.