આજના આ સમયમાં અનેક લોકો ફિટ રહેવા ઇચ્છે છે. આ માટે મોટાભાગના લોકો જીમમાં જતા હોય છે. જીમમાં જઇને લોકો કલાકોના કલાકો મહેનત કરીને પોતાની બોડીને સ્ટ્રોંગ કરતા હોય છે. ખાસ કરીને મસલ્સ મજબૂત કરવા માટે લોકો અનેક પ્રકારની એક્સેસાઇઝ પણ કરતા હોય છે. પરંતુ માત્ર હેવી એક્સેસાઇઝથી નહિં પરંતુ કેટલાક વેજીટેરિયન ફૂડ્સ ખાઇને પણ તમે તમારું વજન ઉતારી શકો છો. તો જાણો આ વિશે તમે પણ..
સફેદ છોલે ખાઓ
છોલેમાં પ્રોટીનની માત્રા સારા એવા પ્રમાણમાં હોય છે. એક્સપર્ટના જણાવ્યા અનુસાર ½ કપ છોલેમાં ઓછામાં ઓછુ 7.25 ગ્રામ પ્રોટીનની માત્રા હોય છે. આ સાથે જ છોલેમાં વિટામીન એ, વિટામીન ઇ, વિટામીન સી, ફોલેટ, પોટેશિયમ અને આયરનથી ભરપૂર હોય છે. આ માટે તમે છોલેને બાફીને એની ચાટ બનાવીને પણ ખાઇ શકો છો.
પનીર ખાઓ
પનીર ખાવાથી માંસપેશિઓ મજબૂત થાય છે. આ માટે તમે દિવસમાં બેથી ત્રણ કટકા પનીર ખાવાના રાખો. 100 ગ્રામ પનીરમાં 18 થી 20 ગ્રામ પ્રોટીન હોય છે. આ પ્રોટીન તમારા મસલ્સને સ્ટ્રોંગ કરવાનું કામ કરે છે.
દાળ ખાઓ
એક કપ દાળમાં ઓછામાં ઓછુ 18 ગ્રામ પ્રોટીન હોય છે. આ પ્રોટીન તમારી માંસપેશિઓને મજબૂત બનાવવામાં મદદ કરે છે. આ દાળમાં તમે મગની દાળ પણ ખાઇ શકો છો. આ માટે દરેક વ્યક્તિએ દિવસમાં એક વાટકી દાળ પીવી જોઇએ.
બદામ ખાઓ
દરેક વ્યક્તિએ દિવસમાં ચારથી પાંચ બદામ ખાવી જોઇએ. બદામમાં પ્રોટીનનું પ્રમાણ સારું હોય છે. આ સાથે જ બદામમાં ફાઇબર, કેલ્શિયમ, પોટેશિયમ, વિટામીન ઇ ભરપૂર માત્રામાં હોય છે. આમાં મળતા પોષક તત્વો તમારી માંસપેશિઓને સ્ટ્રોંગ કરવાનું કામ કરેછે. આ માટે દરેક વ્યક્તિએ દિવસમાં 4 થી 5 બદામ ખાવી જોઇએ. આ બદામ તમારે રોજ સવારમાં ખાલી પેટે ખાવી જોઇએ. આ માટે તમે રોજ રાત્રે પાણીમાં બદામ પલાળી લો અને રોજ સવારમાં ખાઇ લો.