ચૂંટણીની તૈયારીન ભાગ રૂપે આજે એટલે કે શનિવારે સવારે ૧૦ વાગ્યે રાજકોટમાં પ્રદેશ યુવા ભાજપની કારોબારી બેઠક યોજવામાં આવી છે જેમાં તેજસ્વી સૂર્યા ઉપસ્થિત રહેશે. પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ ડો. પ્રશાંત કોરાટની અધ્યક્ષ સ્થાને આ બેઠક યોજાવાની છે. ભાજપ યુવા મોરચાની પ્રદેશ કારોબારી અટલ બીહારી બાજપાયી ઓડીટોરીયમ, પેડક રોડ ખાતે યોજાશે. આ કારોબારીમાં પ્રદેશ ભાજપ યુવા મોરચાના અધ્યક્ષા સહીતના ભારતીય જનતા યુવા મોરચાના રાષ્ટ્રીય તેમજ પ્રદેશના હોદેદારો ઉપસ્થિત રહેવાના છે. કાલે રાજકોટ એરપોર્ટ ખાતે યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષાતેજસ્વી સુર્યાજીને આવકારવા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ યુવા મોરચા ધ્વારા તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહયો છે ત્યારે એરપોર્ટ ખાતે યુવા મોરચા ધ્વારા ઢોલ-નગારા,મૃદંગ, ડી.જે-બેન્ડ અને શરણાઈની સુરાવલિના સથવારે અને ફુલની પાંખડી અને પુષ્પવર્ષા સાથે યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષા તેજસ્વી સુર્યાજીનું ભવ્યાતિભવ્ય સન્માન કરવામાં આવશે.આ તકે યુવા મોરચા દ્વારા ૧૦૦થી વધુ ફોરવ્હીલ અને ૨૦૦૦થી વધુ ટૂવ્હીલ સાથેની રેલી યોજવામાં આવશે. તેમ શહેર યુવા ભાજપ પ્રમુખ કિશન ટિલવા, મહામંત્રી કુલદીપસિંહ જાડેજા અને હેમાંગ ઝાપળીયાએ જણાવ્યું હતુ. એરપોર્ટ ખાતે તેજસ્વી સુર્યાજીને આવકારવા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, સાંસદો મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, રાજયના મંત્રી અરવિંદ રૈયાણી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, પ્રદેશ ભાજપ બક્ષાીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડ, મેયર ડો. પ્રદિપ ડવ સહીતના અગ્રણીઓ તેમજ યુવા મોરચાના રાષ્ટ્રીય ઉપપ્રમુખ અને ગુજરાત પ્રદેશ યુવા મોરચાના પ્રભારી મનીષકુમાર સીંઘ, પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ ડો. પ્રશાંત કોરાટ, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્દ્રસિહ ઠાકુર અને રાષ્ટ્રીય તેમજ પ્રદેશ યુવા મોરચાના હોદેદારો સહીતની ટીમ એરપોર્ટ ખાતે તેમજ પ્રદેશ કારોબારીમાં પ્રદેશ ભાજપ યુવા મોરચાના હોદેદારોની ટીમ ઉપસ્થિત રહેશે. ઢોલ નગારા, ડી.જે. બેન્ડની સુરાવલી આતબશબાજી, ફુલોનીપાંખડી પુષ્પવર્ષા થકી તેજસ્વી સૂર્યાજીનું સ્વાગત યુવા મોરચા દ્વારા કરવામાં આવશે.