સુરતના સચિન વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અત્યાર સુધી મોબાઈલની બેટરી ફાટવાના ઘણા કિસ્સા સામે આવ્યા છે. પરંતુ ક્યાંય એવું સાંભળવા મળ્યું નથી કે ઇલેક્ટ્રિક વાહનની બેટરી પણ ફૂટી શકે છે. પરંતુ હવે સાવધાન થઈ જાવ કારણ કે ઈલેક્ટ્રિક વાહનની બેટરીમાં પણ વિસ્ફોટ થઈ શકે છે. આવી જ એક ઘટના સુરતના સચિન વિસ્તારમાંથી સામે આવી છે. સચિન વિસ્તારની મહાલક્ષ્મી સોસાયટીની એક કરિયાણાની દુકાનમાં અચાનક ચાર્જ થયેલી બેટરી ફાટતાં વિસ્ફોટ થયો હતો. દુકાન અને મકાનમાં હાજર એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. બેટરી ફાટવાને કારણે દુકાનનો તમામ સામાન બળીને રાખ થઈ ગયો હતો.
ઈ-વ્હીકલની બેટરી પણ વિસ્ફોટ થઈ શકે છે
સુરતના સચિન વિસ્તારમાંથી અચાનક ઈલેક્ટ્રીક બાઇકની બેટરી ફાટતા એક ઘટના સામે આવી છે. સચિન વિસ્તારમાં ઇલેક્ટ્રિક બાઇકની બેટરી ચાર્જ કરવામાં આવી હતી, જ્યાં ઘરની સાથે એક કરિયાણાની દુકાન ચાલતી હતી, જેમાં અચાનક વિસ્ફોટ થયો હતો. આ દરમિયાન દુકાન અને મકાનમાં હાજર એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે ત્રણ લોકોને સામાન્ય ઈજા થઈ હતી. બેટરીનો વિસ્ફોટ એટલો જોરદાર હતો કે દુકાનમાં રાખેલો તમામ સામાન બળીને રાખ થઈ ગયો હતો. ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.