વિશ્વાસથી વિકાસ યાત્રા’ અંતર્ગત અરવલ્લીના મોડાસા ખાતે કેબિનેટ મંત્રી પ્રદીપભાઈ પરમારની હાજરીમા યોજાયો કાર્યક્રમ
‘વિશ્વાસથી વિકાસ યાત્રા’ અંતર્ગત અરવલ્લીના મોડાસા ખાતે કેબિનેટ મંત્રી પ્રદીપભાઈ પરમારની હાજરીમા યોજાયો કાર્યક્રમ યોજાયો.વિવિધ યોજનાકિય કામગીરીની જાણકારી સાથે, પ્રજાજનોની સામાજિક અને આર્થિક પ્રગતિને ઉજાગર કરવાના હેતુ સાથે આયોજિત, આ વિશ્વાસથી વિકાસ યાત્રા દરમિયાન વિકાસ કાર્યોનું લોકોર્પણ અને ખાતમુહૂર્ત જેવા લોકભિમુખ કાર્યક્રમો હાથ ધરાયા.
આ કાર્યક્રમમાં માનનીય પ્રદીપભાઈ પરમાર સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી ઉપસ્થિત રહ્યા તેમને જણાવ્યું કે,ગુજરાતમાં વિકાસ અદ્ભૂત થયો છે. પહેલાના સમયમાં વીજળીનો વિકટ પ્રશ્ન તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાનએ આજે ઘર ઘર વીજળી પોહચાડી છે. આજે શિક્ષણ ક્ષેત્રે આજે મેડિકલ કોલેજ અને દરેક યુનિવર્સિટી માટે નામના મેળવી છે.
આરોગ્ય ક્ષેત્રે આજે આયુષ્માન કાર્ડ વિતરણ કરીને દેશના લોકો માટે કોઈપણ બીમારીનો ઈલાજ મફત મળી રહે તેના માટે સરળ બનાવ્યું. કોરોના જેવી મહામારીમાં વડાપ્રધાનના અથાગ મેહનતથી સામનો કરવામાં સફળ થયાં.પાણીની સમસ્યા ખુબજ મોટી હતી,અને આજે દેશમાં દરેક ગામે ગામ પાણી પોહચાડ્યું છે. અને આજે વિદેશ ભણતર માટે સરકાર સહાય કરે છે. શિક્ષણ માટે સકોલરશિપ અને લોનથી ઉચ્ચ અભ્યાસના સપનાઓ સાકાર કરવા માટે હંમેશા સરકાર તત્પર છે.આજે ગુજરાતમાં વિકાસ થયો છે તેની વિકાસ ગાથા આજે જન જન સુધી પોહચી છે.અને જનતાનો વિશ્વાસ મળી રહ્યો છે. જેના પરિણામ રૂપે આ વિકાસ યાત્રા સફળ બની.
રાજ્યકક્ષાના કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા અરવલ્લી જિલ્લામાં વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમ અંતર્ગત હોસ્પિટલનું વર્ચ્યુઅલ ખાતમુહુર્ત કરવામાં આવ્યું.અરવલ્લી જિલ્લાને મળશે સિવિલ હોસ્પિટલ અને ૫૦ બેડની આયુર્વેદ હોસ્પિટલ.અરવલ્લી જિલ્લામાં રૂ. 100.85 કરોડના ખર્ચે બનનારી નવીન સિવિલ હોસ્પિટલ અને આયુર્વેદ હોસ્પિટલ જીલ્લાના આરોગ્ય ક્ષેત્રના વિકાસને અલગ જ સ્તર પર લઈ જશે. આ સિવિલ હોસ્પિટલથી જીલ્લાની જનતા સહિત સાબરકાંઠા, પંચમહાલ, મહીસાગર અને રાજસ્થાનના લોકોને પણ લાભ મળશે. આ હોસ્પિટલથી લોકોને ઓપીડીથી લઇને ડાયાલીસિસ વોર્ડ અને બ્લડબેંકની સુવિધા પણ લોકોને ઘર આંગણે મોડાસામાં જ મળી રહેશે.