સુરત શહેરની જીડી ગોયન્કા સ્કૂલ પાસે 24 ઓગસ્ટના રોજ એક્ટિવા અને કાર વચ્ચે થયેલા કસ્માતમાં એક્ટિવા પરના બે યુવાનોને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. 28 ઓગસ્ટે ડોક્ટરે બંનેને બ્રેઈન ડેડ જાહેર કર્યા. પરિવારે જરૂરિયાતમંદોને તેમના બાળકોના અંગોનું દાન કરીને જીવન આપવાનું નક્કી કર્યું. તે જ દિવસે, અકસ્માતમાં બ્રેઇન ડેડ થયેલા બે બાળપણના મિત્રોએ 12 લોકોને નવું જીવન આપ્યું હતું.
મીત પંડ્યા અને ક્રિશ ગાંધી નામના બે યુવકો સુરતમાં જીડી ગોયન્કા સ્કૂલ પાસે 24 મી ઓગસ્ટના રોજ એક્ટિવા પર પસાર થઈ રહ્યા હતા. તે સમયે એક અજાણ્યા કાર ચાલકે પાછળથી એક્ટિવાને ટક્કર મારી હતી. કારની ટક્કરને કારણે મીત અને ક્રિશ દૂર ફંગોળાયા હતા અને રસ્તા પર પડી ગયા. આ અકસ્માતમાં બંનેને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યાંથી પસાર થતા લોકો એમ્બ્યુલન્સ 108 ની મદદથી બંનેને હોસ્પિટલ લઈ ગયા. જ્યાં બંને સીટી સ્કેનમાં બ્રેઇન હેમરેજ અને મગજમાં લોહીના ગંઠાવાનું બહાર આવ્યું હતું.
ન્યુરોસર્જન મગજમાંથી લોહીના ગંઠાવાનું દૂર કરી હતી પરંતુ તેની કોઇ અસર થઇ ન હતી. 28 ઓગસ્ટે ડોક્ટરે મીત અને ક્રિશ બંનેને બ્રેઈન ડેડ જાહેર કર્યા. જે બાદ મીત અને ક્રિશના પરિવારે ડોનેટ લાઈફ દ્વારા તેમના બાળકોના અંગોનું દાન કરવાનું નક્કી કર્યું. ક્રિશનું ફેફસાં હૈદરાબાદના પૂનામાં રહેતા અને CRPF માં ફરજ બજાવતા 54 વર્ષના જવાનમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. જે છેલ્લા દોઢ વર્ષથી 24 કલાક 12 થી 15 લિટર ઓક્સિજન સપોર્ટ પર હતો.
અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં વડોદરાની 21 વર્ષની યુવતીમાં મીતનું હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. જ્યારે ક્રિશનું લીવર અમદાવાદના શેલ્બી હોસ્પિટલમાં રાજકોટના 55 વર્ષીય વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું, અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં બાયડના 47 વર્ષના શિક્ષકમાં મીતનું લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અમદાવાદની કિડની હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીઓને ચાર કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે.