2014 બાદ ભારતમા મોદી સરકારે વિવિધ ક્ષેત્રે નવા અખતરા કર્યા છે. દેશના લોકો સાથે મન કી બાત કરનારા વડાપ્રધાને હવેથી પરીક્ષાર્થીઓ, વાલીઓ સાથે સંવાદ કરવા નિર્ણય કર્યો છે. આ અંગે પીએમઓએ અખબારી નિવિદા બહાર પાડી છે. જેમાં સ્પષ્ટ રીતે જણાવાયું છે કે, શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ સાથે PMના સંવાદ કાર્યક્રમની પ્રથમ આવૃત્તિ પરીક્ષા પે ચર્ચા 1.0 16મી ફેબ્રુઆરી, 2018ના રોજ નવી દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે યોજાઇ હતી. જે બાદ બીજો કાર્યક્રમ 29 જાન્યુઆરી, 2019ના રોજ નવી દિલ્હીના ટાકટોરા સ્ટેડિયમ ખાતે યોજાયો હતો. PMના સંવાદ કાર્યક્રમની ત્રીજી આવૃત્તિ પરીક્ષા પે ચર્ચા 2020 20 જાન્યુઆરી, 2020ના રોજ થઈ હતી. PM હવે ફરી તે પ્રયોગ કરવા જઈ રહ્યા છે. જેમાં ‘પરીક્ષા પે ચર્ચા 2021’ દરમિયાન વિશ્વના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે ઓનલાઇન સંવાદ કરશે.
આ અંગે PMના ટ્વિટ પણ સામે આવ્યા છે. જેમાં વિદ્યાર્થીઓને અમારા બહાદુર તરીકે સંબોધવામાં આવ્યા છે. સાથે જ સૌને પરીક્ષા માટે તૈયારી કરવા તાકીદ કરાઈ છે. ઓનલાઇન માધ્યમ દ્વારા ફરી એકવાર ‘પરીક્ષા પે ચર્ચા 2021’ યોજાશે અને આખા વિશ્વના વિદ્યાર્થીઓ તેમ જોડાઈ તેવી ઈચ્છા વડાપ્રધાન રાખી રહ્યા છે. સુત્રોના જણાવ્યા મુજબ મન કી બાબત ભારે લોકપ્રિય પ્રવૃત્તિ રહી છે. તેથી લોકોની માંગને આધારે ‘ પરીક્ષા પે ચર્ચા 2021’નું આયોજન થઈ રહ્યું છે. જેમાં માતા-પિતા અને શિક્ષકો પણ સામેલ થઈ શકશે. કાર્યક્રમ દરમિયાન ગંભીર વિષયો પણ આવરી લેશે. મહેનતુ શિક્ષકોને પણ કાર્યક્રમમાં સહભાગી બનવા અપીલ કરાઈ છે.