દુનિયામાં યુદ્ધના સસ્ત્રસરંજામમાં મોટું હથિયાર ગણાતા રાફેલ લડાકુ વિમાનને ફ્રાંસે વધુ ઘાતક બનાવવાની દીશામાં કામગીરી શરૂ કરી દીધી છે. જેને પગલે ફ્રાંસ પાસેથી સોદો કરનારા દેશને મોટો ફાયદો થનાર છે. રાફેલની અત્યારની મારક ક્ષમતા પણ વધુ હોવાથી અનેક દેશોને તેનો ફફડાટ રહે છે. ફ્રાંસે પહેલાથી જ રાફેલમાંથી પરમાણું મિસાઈલ ફાયર કરવાનો અભ્યાસ કર્યો હોવાથી હવે રાફેલની મારક ક્ષમતા વધવાની છે. ફાંસની હથિયાર બનાવતી કંપની સ્મ્ડ્ઢછની ન્યૂક્લિયર એર લોન્ચ ક્્રુઝ મિસાઈલ દ્વારા ૯ ડિસેમ્બર ૨૦૨૦ના રોજ પરિક્ષણ કરવામાં આવ્યું હતુ. જો કે, ફ્રાંસ એરફોર્સે તેની જાણકારી હાલ જાહેર કરી છે. આ ટેસ્ટ દરમિયાન રાફેલ બનાવતી કંપની ડેસોલ્ટ એવિએશન અને એમબીડીએના પણ સિનિયર અધિકારીઓ હાજર રહ્યા હતાં.
મિસાઈલ પરિક્ષણ વખતે ચોક્કસાઈપૂર્ક પોતાનું ધાર્યુ નિશાન પાર પડાયું હતુ. હવે આવનાર સમયમાં આ મિસાઈલના અન્ય ટેસ્ટ પણ કરાશે. ફ્રાંસની એરફોર્સ અને નેવીમાં તૈનાત રાફેલ યુદ્ધ વિમાનોને ૧૦ વર્ષ પહેલાંથી જ ન્યૂક્લિયર એર લોન્ચ ક્્રુઝ મિસાઈલથી સજ્જ કરાયા છે. જો કે, આમ છતાં ફ્રાંસ મોટાપાયે હથિયારોના ટેસ્ટ કરી રહ્યું છે. એમબીડીએ પણ નવી મીડિયમ એનર્જીની થર્મોન્યૂક્લિયર ચાર્જ વાળી મિસાઈલોને બનાવવાની જરૂરિયાત વર્ણવી હતી. ભૂમધ્ય સાગરમાં ક્્રુડ ઓઈલ અને ગેસની શોધને લઈને તુર્કી અને ફ્રાંસ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. જેમાં તુર્કીના રાષ્ટ્રપતિ રેચપ તૈયબ એર્દોગને ફ્રાંસને આ અગાઉ અનેકવખત યુદ્ધની ચેતવણી પણ આપી છે.
દરમિયાન ફ્રાંન્સના આ રોફેલ મિસાઈલ પરિક્ષણને પગલે અમેરિકાના હ્લ-૧૬ ફાઈટર જેટ્સના જોરે ડંફાસો મારતા તુર્કીમાં પણ ભારે ચિંતા વર્તાવા માંડી છે. કારણ કે, રાફેલમાંથી વછુટતી મિસાઈલ કોઈ પણ વાતાવરણમાં દુશ્મનોના ઠેકાણાને તબાહ કરવાની ક્ષમતા ધરાવે છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ભારતે પણ રાફેલ યુદ્ધ વિમાનની ખરીદી કરી હતી. આ લડાકુ વિમાનને કારણે ભારતની સૈન્ય શક્તિમાં પણ વધારો થયો છે. હાલ નરી આંખે પણ ના દેખાતા આ મિસાઈલો ભારત પાસે છે. જે દુશ્મન દેશના ફાઈટર જેટ્સને ૧૦૦ કિલોમીટર દૂરથી તોડી પાડી શકે છે. આ ઉપરાંત તેમાં માઈકા મિસાઈલ પણ ફિટ થયેલી છે જે દુર દુરથી કોઈ પણ સ્થળને ટાર્ગેટ કરી તેને બરબાદ કરવામાં સક્ષમ છે.