ટ્વિટર પણ હવે તેના યુઝર્સને વધુ સુવિધા આપવા પ્રયાસ કરી રહ્યું છે, તેણે ફેસબુકના રસ્તે ચાલવા માંડ્યું હોય તેમ માઇક્રો બ્લોગિંગ વેબસાઇટ ટ્વિટર જેવા નવા ફીચરનું પરીક્ષણ કરવાની દીશામાં તૈયારી કરાઈ રહી છે. જો ટ્વિટર આ પરિક્ષણમાં સફળ થયું હતો ફેસબુકની જેમ જ ફેસબુક પર જે રીતે કોઈ પોસ્ટ પર ઈમોજી સાથે રિએક્ટ કરી શકાય છે તેવી જ રીતે ટ્વિટર પણ તેનું અલાયદુ ફિચર તેના યુઝર્સને આપવા ઈચ્છે છે. જો કે, હાલમાં તો આ આઈડીયા છે અને તેનું પરીક્ષણ કરવાનું બાકી છે. ટ્વિટરે ફેબ્રુઆરી 2021માં આ વિશે એક સરવે કર્યો હતો. જેમાં તેણે પોતાના યૂઝર્સના મંતવ્યો જાણ્યા હતા.
આ સરવેમાં ટ્વિટરે પોતાની સુવિધા તથા ફેસબુકની સુવિધા વિશે પણ સવાલો કર્યા હતા. જેના જવામાં અભિપ્રાયો યુઝર્સે આપ્યા હતા. તાજેતરમાં ટ્વિટરનો એક અહેવાલ પણ પ્રસિદ્ધ થયો છે. જેમાં સ્ક્રિનશોટમાં આ રિએક્શન ઈમોજીજને નિહાળી શકાય છે. જેમાં લાફિંગ ફેસ વિથ ટિયર્સ, થિકિંગ ફેસ અને ક્રાઈંગ ફેસ છે. આ ઉપરાંત એંગ્રી ફેસ, ફાયર ઈમોજી અને શોક્ડ ફેસ ઈમોજી પણ છે.
અત્યાર સુધી ટ્વીટ ઉપર કોઈપણ યૂઝર્સ માત્ર હાર્ટ રિએક્શન આપવા સક્ષમ છે. એટલે કે ટ્વીટ લાઈક કરી શકાય છે. ટ્વિટર પર ટ્વીટ લાઈક સિવાય બીજુ રિએક્શન આપવા માટે હાલ કોઈ સુવિધા યુઝર્સને મળતી નથી. જો કે કેટલાક સમય પહેલા જ ટ્વિટરે પોતાના ડાયરેક્ટ મેસેજમાં ઈમોજી સાથે રિએક્શન આપવા માટે જુદું ઓપ્શન દાખલ કર્યું હતુ. જેમાં કોઈપણના મેસેજ ઉપર તમે ઈમોજીની સાથે રિએક્ટ કરી શકો છો. દરમિયાન ટ્વિટરના પ્રવક્તાએ કહ્યું છે કે, કંપની ટ્વિટર પર કોન્વર્સેશનમાં લોકોને એક્સ્પ્રેસ કરવા માટે અલગ પ્રકારથી કાર્ય કરી રહી છે. જો કે હજુ તે કામગીરીનું પ્રથમ ચરણ જ છે. તેથી આ ફીચર આવશે જ તેમ સ્પષ્ટ અને કયારે આવશે તે પણ કહી શકાય તેમ નથી. ટેસ્ટિંગ પર જ તમામ સવાલોનો આધાર છે. જો પરિક્ષણમાં સંતોષકારક પરિણામો ન મળે તો કંપની તેનો અમલ મોકૂફ કરી શકે છે.