પારડી,
જિલ્લાના પારડી તાલુકામાં આવતી બાલ્દા જીલ્લા પંચાયત બેઠક વિસ્તારમાં સમાવિષ્ટ ચાર (૪) ગામોના ખેડૂત આગેવાનો દ્રારા વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ્ ખાતે વલસાડ જિલ્લા ભાજપના મુખ હેમંતભાઇ કંસારાની મુલાકાત કરી ધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અમલમાં લાવવામાં આવેલ કૃષિ કાયદાને ખુલ્લું સમર્થન આપ્યું હતું અને ખેડૂતોના હિતલક્ષી આ બીલને વધુમાં વધુ ખેડૂતમિત્રોને સમર્થન આપી ધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના હાથ મજબૂત કરવા હાંકલ કરી હતી. આ સંગે જિલ્લા ભાજપના મહામંત્રીઅો, શિલ્પેશભાઇ દેસાઇ, કમલેશભાઇ પટેલ, મહેન્દ્રભાઇ ચૌધરી અને વલસાડ જિલ્લા પંચાયત બાલ્દા સીટના આગેવાન ઠાકોરભાઇ પટેલ સોંથળવાલા ગામના સરપંચ તથા ઉપ-સરપંચ સોનવાડા ગામના ખેડૂત ભાઇઅો શાંત દેસાઇ રિતેશ દેસાઇ, નયન પટેલ વગેરે ખેડૂતભાઇઍ સમર્થન આપ્યું હતું.