ભારતમાં ઓદ્યોગિક વિકાસ ભલે થયો હોય પરંતુ ખેતી આજે પણ દેશના કરોડો પરિવાર માટે રોજગારનું સાધન છે. ખેતર, ગાય-ભેંસ, ગોબરના વ્યવસાયમાં આધુનિક પદ્ધતિનું સમન્વય કરાય તો ખેડૂતો અઢળક લાભ મળેવી શકે છે. ઓર્ગેનિક કૃષિ અને વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવવા તરફ આમ તો 2 દાયકાથી ભારતના ખેડૂતો વળ્યા છે. જેમાં પ્રતિવર્ષ ખેડૂતને લાખોની આવક મળી રહી છે. ભારતમાં ગુજરાત સહિતના રાજ્યોમા હવે કૃષિ સંશોધન કેન્દ્રો પણ કાર્યરત છે. જેમાં નિયમિતપણે વિવિધ સંશોધનો થતા રહે છે. આ સંશોધનોને ખેડૂતો સુધી પહોંચાડી તેને નવી ટેકનોલોજી, નવુ વાતાવરણથી વાકેફ કરી પાક લેવા માટે પ્રેરિત કરાય છે. ગુજરાતના કેટલાય ખેડૂતો જમીનના કેટલાક ભાગ ઓર્ગેનિક ખાતર તૈયાર કરે છે અને બાકીના હિસ્સામાં ઓર્ગેનિક રીતે ખેતી કરવા લાગ્યા છે.
સજીવ ખેતીની હિમાયત પણ ખેડૂત આગેવાનો અને નિષ્ણાતો કરતા હોય, આર્ગેનિક ખેતી તરફ જનારા ખેડૂતો હવે ગાયના છાણમાં અળસિયા નાખી ખાતર તૈયાર કરી રહ્યા છે. અળસિયા છાણમાં નાંખ્યા બાદ હોર્મોન્સ ડ્રોપ બાય ડ્રોપ બહાર આવે છે. જે પાકને માટે ઉપયોગી હોય છે. વર્મી ખાતર તૈયાર કરવા માટે અળસિયા જ આધાર છે. 40-50 અળસિયા મેળવ્યા બાદ ખેડૂત ખાતર બનાવવાની શરૃઆત કરી શકે છે. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ અળસિયાઓને ગોબર અને પાંદડાની વચ્ચે મૂકી દીધા બાદ 45 દિવસ રાહ જોવાઈ છે, આ સમયગાળામાં લગભગ 2 કિલો અળસિયા તૈયાર થઈ જાય છે. 120 ફુટ જગ્યામાં વર્મી ખાતર તૈયાર કરી રહી છે. તેમાં 750 ક્વિન્ટલ ખાતર તૈયાર થાય છે. આ ખાતરનું પેકેજીંગ અને માર્કેટિંગ કરીને વેચવામાં આવે છે. 25 કિલો ખાતરની કિંમત 200થી 300 રૂપિયા છે. જેમાં 35 લોકો અલગથી કામ કરે છે. ઘણી મહિલાઓ પેકેજીંગનું કામ પણ કરે છે.
દક્ષિણ ગુજરાતનાં કપરાડા તાલુકાના આમધા ગામમાં 90 ટકા મહિલા ખેડૂતો અળસિયાંના ખાતરથી વર્ષે 1થી 1.50 લાખ રૂપિયા કમાય છે. તેની સાથે ગાયનું દૂધ પણ વેચે છે. કચ્છના માંડવીમાં 4 વર્ષમાં 21 લાખ ટન ઘનકચરાનો નિકાલ કરીને 42 લાખ રૂપિયાનું સેન્દ્રીય ખાતર બનાવી આવક ઊભી કરવામાં આવી હતી. ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ કંપની દ્વારા વર્મી કમ્પોસ્ટ પ્લાન્ટ સ્થાપીને આવક મેળવાઈ રહી છે. ખાતરમાં 1.8 ટકા નાઇટ્રોજન, 2.5 ટકા ફોસ્ફરસ અને 3.23 ટકા પોટાશ છે. તેથી, આ ખાતરથી છોડની વૃદ્ધિ અને ઉપજ સારા મળે છે. વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવવા માટે સૂકો કચરો, સુકાયેલાં પાંદડાં, માટી, ફળ-શાકભાજીનાં છોતરાં, પરાળનો ઉપયોગ કરાતો હોય છે. આ તમામ વસ્તુ અળસિયાનો ખોરાક છે. તેથી અળસિયાની વૃદ્ધિ અને ઉત્પાદન પણ ધાર્યા મુજબનુ મળે છે. અળસિયા પોતાના વજન કરતાં આશરે દોઢ ગણું ખાતર હગાર રૂપે આપે છે. આ ખાતર ખૂબ જ સસ્તું પડે છે. તેથી ખેડૂતોમાં તેની માંગ સતત રહે છે. કચ્છના મહિલા ખેડૂત સનિહા હરિશે છોડ માટે વર્મી કમ્પોસ્ટ, ગાયના છાણમાંથી બનાવવામાં આવેલા ખાતરનો પ્રયોગ કર્યો હતો. કિચનમાંથી નીકળતા વેસ્ટને મિક્સરમાં ક્રશ કરીને માટીમાં ભેળવી દેઈને તેમાં 5 અળસિયા નાંખી દઈ તેમણે ખાતર તૈયાર કર્યું હતુ.