દુનિયામાં આજે પણ ભાગ્ય જ માણસની પ્રગતિમાં મહત્વનો ભાગ ભજવે છે. મહેનત દરેક ક્ષેત્રમાં જરૃરી છે. પરંતુ તેની સાથે નસીબ હોવું પણ એટલું જ જરૃરી છે. ભલે આ વાત કોઈ પ્રાથમિક તબક્કે માને કે ન માને. પરંતુ ભાગ્ય જેવું હોય છે તેવું માનનારા લોકોની સંખ્યામાં પણ દુનિયામાં કરોડોમાં છે. તાજેતરમાં જ બનેલા એક બનાવમાં રાત્રે ઊંઘ ઊડતા એક વ્યક્તિએ મોબાઇલ ફોન તપાસ્યો હતો. આ સાથે જ તેની ખુશીનો કોઈ પાર રહ્યો ન હતો કારણ કે, તેના મોબાઈલ ફોનમાં તે વ્યક્તિ કરોડપતિ બની ગયાનો સંદેશો હતો. ઑસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં આ ઘટના બની છે. બ્રિસબેનમાં રહેનારા એક વ્યક્તિએ પાવરબૉલ લૉટરીમાં 10 મિલિયન ડૉલર્સનો જેકપોટ મેળવ્યો છે. જયાં રહેનારા વ્યક્તિ ગત અઠવાડિયે એક દિવસ રાબેતા મુજબ સુઈ ગયો હતો. દરમિયાન અડધી રાતે તેની ઊંઘ ઉડી હતી.
જે બાદ તેને અચાનક પોતાનો ફોન તપાસવાનું સૂઝ્યું હતુ. તેથી તેણે ફોનમાં એપ્સ અને મેસેજ તપાસ્યા હતા. આ સાથે જ તે સ્તબ્ધ થઈ ગયો હતો. કારણ કે તે વ્યક્તિને હજારો કે લાખોની નહીં, પરંતુ 75 કરોડ રૂપિયાની લોટરી લાગી હતી. આ વ્યક્તિ હવે પોતાના માતા-પિતા અને ખુદ માટે એક ઘર લેવાનું વિચારી રહ્યો છે. અડધી રાત્રે ફોનમાં તેને આટલા મિલિયન ડૉલર્સની લોટરી લાગી છે તેવો મેસેજ મળ્યો હતો. આ વ્યક્તિનું કહેવું છે કે મેઇલ જોયા બાદ તે આખી રાત ઊંઘી શક્યો ન હતો. ઘટનાની વાત ફેલાતા સ્થાનિક મીડિયામાં લૉટરીની વાતો ચમકી હતી. મીડિયા સમક્ષ તે શખ્સે કહ્યું હતુ કે, મને લાગ્યું કે, મે 10 હજાર ડૉલર્સ જીત્યા છે તેથી હું મનમાં જ ખુશ હતો, પરંતુ મને અહેસાસ થયો કે મે આનાથી અનેક ઘણી વધારે મોટી રકમ જીતી છે. જે બાદ વધુ તપાસ કરી તો કુલ 1 કરોડ ડૉલર્સ જીત્યાના પુરાવા મળ્યા હતા. જે રકમ ભારતીય ચલણ મુજબ લગભગ 75 કરોડની આસપાસ થાય છે. મારું ખુદનું કામ છે, જેથી હું આ પ્રાઇઝ બાદ પણ કામ કરતો રહીશ. આ લૉટરી લાગવાથી હવે મારા મનની ઘણી ચિંતાઓ દૂર થઈ ગઈ છે.