મહારાષ્ટ્રના પુના ખાતે ફિલ્મ નિર્માતા અને એક્ટર મહેશ માંજરેકર સામે પોલીસ ફરિયાદ થતાં ચકચાર મચી ગઈ હતી. માંજરેકર પર એક નાગરિકે આરોપ મુક્યો હતો કે, ફિલ્મ નિર્માતા મહેશ માંજરેકરે તેને થપ્પડ મારી છે. ઉપરાંત તેને કેટલાક અપશબ્દો ઉચ્ચાર્યા હતા. માંજરેકર વિરુદ્ધ યાવત પોલીસ મથકે ઘટના અંગે IPCની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. મહેશ માંજરેકર એક્ટર, ફિલ્મ નિર્માતા અને લેખક છે. તેઓ હિન્દી ફિલ્મ વાસ્તવ, રન, મુસાફિર, જિંદા, ઓ માય ગોડ, શૂટ આઉટ વડાલા જેવી ફિલ્મો માટે જાણીતા છે. મહેશ માંજરેકરનો જન્મ 13 મે 1953ના રોજ મુંબઈમાં થયો હતો. તેમને પોતાનો પ્રાથમિક અભ્યાસ મુંબઈમાંથી જ કર્યો હતો. પુના ખાતે નોઁધાવાયેલી પોલીસ ફરિયાદમાં ફરિયાદીએ જણાવ્યું હતુ કે, તેમની કાર મહેશ માંજરેકરની કાર સાથે ટકરાતા માંજરેકરે તેની સાથે તકરાર કરી હતી. આ દરમિયાન મહેશ માંજરેકર બહું જ ઉશ્કેરાયા હતા. અને તેમને થપ્પડ મારી અપશબ્દો બોલ્યા હતા. યાવત પોલીસ સ્ટેશનના અધિકારીએ ફરિયાદ નોંધાયાની વાતને સમર્થન આપ્યું હતુ. પોલીસના જણાવ્યા મુજબ યાવત ગામ નજીક પુણે-સોલાપુર હાઇવે પર શુક્રવારે રાત્રે મહેશ માંજરેકરની કાર સાથે અન્ય એક કારની અથડામણ થઈ હતી. જેમાં સામેની કારમાં કૈલાસ સતપુતે સવાર હતા. સતપુતે આરોપ લગાવ્યો હતો કે મહેશ માંજરેકરે અચાનક બ્રેક મારતા તેની કાર પાછળ રહેલી સેલિબ્રિટીની કાર સાથે અથડાઈ હતી. મહેશ માંજરેકરે કાર અથડાયા પછી તેઓ કારમાંથી બહાર આવીને કૈલાસ સતપુતે સાથે બોલાચાલી કરી ઝગડો કર્યો હતો. આ સમયે મહેશ માંજરેકરે રોષે ભરાઈને કૈલાસને તમાચા મારી દીધા હતા. ઉપરાંત કેટલાક અપશબ્દોનો પ્રયોગ પણ કર્યો હતો. 1984માં મરાઠી ફિલ્મ અફલાતૂનથી કેરિયરની શરૃઆત કરનાર માંજરેકર કેટલાક સમયથી વિવાદમાં ફસાય રહ્યા છે.