2015ની ચાર ઑગસ્ટનો દિવસ હતો. સ્થળઃ અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના સાન જોસ શહેરનું ગુરુદ્વારા. ભારતને ચાહતા રાષ્ર્અવાદી સિખ શ્રદ્ધાળુઓ દર્શન કરવા પહોંચ્યા ત્યારે ત્યાં લગાવેલું એક પોસ્ટર જોઇને ચોંકી ગયા. પોસ્ટરમાં લખ્યું હતું – ખાલિસ્તાન માટે રેફરેન્ડમ-2020. 2018ની 23 જૂનનો દિવસ હતો. સ્થળઃ પાકિસ્તાનમાં રાવલપિંડી નજીક હસન અબ્દલ ખાતે આવેલું ગુરુદ્વારા. ત્યાંની મુલાકાતે ગયેલા પાકિસ્તાન ખાતેના ભારતીય રાજદૂત અજય બિસરિયાને ગુરુદ્વારામાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા એટલું જ નહીં પરંતુ ત્યાં ઉપસ્થિત મુઠ્ઠીભર લોકોએ ભારત વિરોધી સૂત્રોચ્ચાર કર્યા. ભારતીય રાજદૂતે એ સ્થળની મુલાકાત લેવા પાકિસ્તાન સરકારની અગાઉથી પરવાનગી લીધી હતી અને તેથી તેમની સુરક્ષા કરવાની જવાબદારી પાકિસ્તાનની હતી, છતાં એ સ્થળે પાકિસ્તાની સલામતી દળોએ બિસરિયાને સુરક્ષા આપવાની ના પાડી અને તેથી તેમણે ઇસ્લામાબાદ પાછા ફરી જવું પડ્યું હતું. આ ઘટનાના બરાબર બે મહિના પહેલાં પણ અજય બિસરિયાને આ જ રીતે પાછા ફરવું પડ્યું હતું. હકીકતે, ભારતથી યાત્રાએ ગયેલા સિખ શ્રદ્ધાળુઓને મળવા બિસરિયાએ બે મહિનામાં બે વખત એ ગુરુદ્વારા જવા પ્રયાસ કર્યો, પણ ખાલિસ્તાનવાદીઓને કારણે તેમણે પરત ચાલ્યા જવું પડ્યું હતું.

2018ની 12 ઑગસ્ટનો દિવસ હતો. સ્થળઃ લંડનનું ટ્રફલગર સ્વેહાર. ગેરમાર્ગે દોરાયેલા સિખ નાગરિકો એકત્ર થયા ત્યારે તેમને ખબર પડી કે ત્યાં તો ભારતનું વધુ એક વિભાજન કરીને ખાલિસ્તાન બનાવવાની માગણી માટે પાકિસ્તાની એજન્ટો દ્વારા ઉશ્કેરણી કરવામાં આવી રહી છે. (અહીં ફોટામાં જે ટ્વિટ છે તેમાં પાકિસ્તાની એજન્ટનું નામ સ્પષ્ટ વાંચી શકાય છે) તો હવે તમને પ્રશ્ન એ થયો હશે કે છેક 2015ના અમેરિકાના બનાવને અને 2018ના પાકિસ્તાન તેમજ લંડનના બનાવને હાલના ખેડૂત આંદોલન સાથે શું લેવાદેવા! ઉપરની ત્રણે ઘટનાઓ સામાન્ય નથી, અને તેની ઉપેક્ષા કરવા જેવી નથી. સાચી વાત એ છે કે હાલના ખેડૂત આંદોલન સાથે તેનો સીધો સંબંધ છે. 2020માં ખાલિસ્તાન માટે રેફરેન્ડમ (લોકમત) લેવા માગતા અંતિમવાદીઓ છેલ્લા પાંચ-છ વર્ષથી વધારે સક્રિય થઈ ગયા હતા અને એવી કોઈ ઘટનાની રાહ જોઈ રહ્યા હતા જેને કારણે તેમને તેમની વાત પંજાબના સામાન્ય નાગરિકોમાં ફેલાવવાની અને તેમના દ્વારા દેશ અને દુનિયાના સિખોને ભડકાવવાની તક મળે.

આ તક મળી તેમને ખેડૂત કાયદા દ્વારા. આંદોલન કરી રહેલા પંજાબ તથા હરિયાણાના બધા ખેડૂતો અંતિમવાદી અથવા ખાલિસ્તાનના સમર્થક છે એવું કહેવાનો જરાય આશય જ નથી. હકીકતે સાચા ખેડૂતોને તો ખાલિસ્તાની ચળવળ વિશે કશી ખબર જ નથી. તેમને એ ખબર નથી કે ભારતને તોડવા માગતા પરિબળો ખેડૂત કાયદાના નામે અફવાઓ ફેલાવીને ખેડૂતોનો દુરુપયોગ જ કરી રહ્યા છે. આપણે આ જ સ્થળે ગયા મહિને ખેડૂત આંદોલન પાછળના રાજકારણ વિશે ચર્ચા કરી હતી (‘ખેડૂત રાજકારણ’ આપણને ક્યાં લઈ જશે ? (dgvartman.com)), પરંતુ ત્યારપછી સમય વિતતો ગયો એમ ખ્યાલ આવ્યો કે આ કહેવાતા ખેડૂત આંદોલન પાછળ તો સમગ્ર ખાલિસ્તાનવાદી ચળવળનું સમર્થન છે. અને ખાલિસ્તાની ચળવળને પાકિસ્તાનનું સમર્થન છે એ વાત જગજાહેર છે.

પાકિસ્તાનીઓએ 70 વર્ષમાં પોતાની પ્રજાની પ્રગતિ અને સુખાકારીની દિશામાં કામ કરવાને બદલે, માત્ર એક જ કામ કર્યું છે – ભારતમાં ઘૂસણખોરી, ભારતમાં આતંક ફેલાવવો, જમ્મુ-કાશ્મીરમાં અલગતાવાદને નાણા અને શસ્રોભા પૂરા પાડવા તથા ખાલિસ્તાનવાદીઓને ઉશ્કેરવા. હવે મુદ્દો એ આવે કે, જો આ બધી વાતો મારા જેવા પત્રકારોને ખબર હોય તો પછી આટલા મોટા સરકારી તંત્રને ખબર ન હોય! સરકારી તંત્રને ખબર છે જ. પણ સરકાર ખરા અર્થમાં ધર્મસંકટ છે. કેમ કે આંદોલનમાં પહેલી હરોળમાં ખેડૂતો છે, મહિલાઓ છે. ખેડૂતો અને મહિલાઓની પાછળ સંતાયેલા કાયર અલગતાવાદીઓ અને પાકિસ્તાની સમર્થકો ઉપર સરકાર કોઇપણ કાર્યવાહી કરવા જાય તો ખેડૂતો અને મહિલાઓને નુકસાન થાય અને પરિણામે સરકાર માટે આંતરરાષ્રી ાય સ્તરે બદનામી થાય. તમને સૌને યાદ હશે કે, (નાગરિકતા કાયદો) CAA ના વિરોધમાં દિલ્હીના શાહીનબાગમાં જેહાદીઓએ મહિલાઓ તેમજ વયોવૃદ્ધ લોકોનો અને અમુક કિસ્સામાં બાળકોનો ઉપયોગ કર્યો હતો, પરિણામે સરકાર પગલાં લઈ શકતી નહોતી. એવી જ સ્થિતિ હાલ દિલ્હીની પંજાબ અને હરિયાણા તરફની સરહદે છે.

પાકિસ્તાન સમર્થિત ખાલિસ્તાનવાદીઓએ ખુલ્લેઆમ પોસ્ટર જાહેર કરીને 26 જાન્યુઆરીએ રાજપથ ઉપર ખાલિસ્તાની ધ્વજ ફરકાવનારને જંગી રકમનું ઇનામ આપવાની જાહેરાત કરી છે એ શું બતાવે છે? પાકિસ્તાન સમર્થિત ખાલિસ્તાનીઓ 2024ની લોકસભા ચૂંટણી સુધી આંદોલન ચાલુ રાખવાની વાતો કરે છે એ શું બતાવે છે? આટલું બધું જોયા – જાણ્યા પછી પણ દિલ્હીની આસપાસ જે કંઈ થઈ રહ્યું છે તેને કોઈ જો ખેડૂત આંદોલન કહેતા હોય અને એ નામે તેને સમર્થન આપતા હોય…તો પછી એવા લોકોના કાવતરાંથી આ દેશને માત્ર ભગવાન જ બચાવી શકે.