અમદાવાદ સહિતના શહેરોમાં કેટલાક સમયથી હનીટ્રેપની ઘટના બહાર આવી રહી છે. જેમાં યુવતીઓ દ્વારા ટોળકી બનાવીને વેપારીઓ અને પૈસાદારોને ફશાવાઈ છે. પરંતુ રવિવારે અમદાવાદમાં એક રંગીલા વેપારીએ યુવતીને ફસાવી હોવાનો કિસ્સો બહાર આવ્યો હતો. નિકોલ વિસ્તારમાં પર વર્ષના એક બિલ્ડરે પોતાની ઓફિસમાં કામકાજ માટે 22 વર્ષની યુવતીને નોકરીએ રાખી હતી. નરોડા ટોલનાકા પાસેના વિશાલા મોલ અને દહેગામ રોડ પરના બિલાસિયાના ફોર્મ હાઉસમાં બિલ્ડરની ઓફિસ આવેલી છે. યુવતી નિકોલ કાનબા હોસ્પિટલની બાજુમાં રહે છે. જયારે પર વર્ષના બિલ્ડરને 3 સંતાન છે. નોકરીએ રાખ્યા બાદ બિલ્ડરે યેનકેન પ્રકારે યુવતીને લાલચ આપીને તેને ફસાવી હતી. દરમિયાન દારૂ પીવડાવીને તે બિલ્ડર ઓફિસમાં જ દુષ્કર્મ આચરતો હતો.
રંગીલો બિલ્ડર તે યુવતીને મુંબઈ, આબુ તેમજ દીવ પણ લઈ ગયો હતો. જ્યાં તેણે તે યુવતી સાથે શરીર સુખ માણ્યું હતુ. સતત પાંચ મહિના સુધી ચાલેલી આ કામલીલા બાદ એક દિવસ બિલ્ડર સુરેશે તે યુવતીને દારૂ પીવડાવ્યો હતો. અને તેના મિત્ર સાથે પણ શારીરિક સંબંધ બાંધવા દબાણ કર્યું હતુ. આ સાથે જ યુવતીની સહનશીલતા પુરી થઈ ગઈ હતી. તેણે બિલ્ડર સાથે મોટો ઝગડો કરતા વાતવણસી ગઈ હતી. યુવતીએ બિલ્ડર સાથે તકરાર કરીને તેનો ફોન પણ ફેંકીને તોડી નાંખ્યો હતો. બીજી તરફ બિલ્ડરે તેના પર થતાં આક્ષેપોથી બચવા અને પાણી આવે તે પહેલાં જ પાળ બાંધતા પત્ની અને પરિવારજનોને યુવતી અંગે વાત કરી દીધી હતી. બિલ્ડરની વાતમાં આવી જઈને તેની પત્નીએ પણ યુવતીને ફોન કરી ગાળાગાળી કરી હતી. આખરે વાત વણસી જતાં યુવતી તેની માતા સાથે બિલ્ડરના નિકોલના ગંગોત્રી સર્કલ પાસે આવેલા ઈતિહાસ બંગ્લોઝમાં પહોંચી ગઈ હતી.
જે બાદ બંને પક્ષે ઝઘડો થતાં મામલો નિકોલ પોલીસ સુધી પહોંચી ગયો હતો. યુવતીને બિલ્ડરની પત્નીએ દુષ્કર્મની ફરિયાદ ના કરે તે માટે 30 લાખ રૂપિયા આપવાનું કહ્યું હતું. પરંતુ મામલો બિચક્યો હતો. આ ઘટનાના કેટલાક ઓડિયો અને વીડિયો બહાર આવ્યો છે. જો કે, નિકોલ પોલીસ સ્ટેશનમાં આ અંગે હજી માત્ર અરજી થઈ છે. જો કે, આ ગંભીર ઘટનામાં નિકોલ પોલીસે વચેટીયાની ભૂમકા ભજવીને 51 લાખ રૂપિયામાં સમાધાન કરાવવામાં રસ દાખવ્યાનું ચર્ચામાં છે. મળતી વિગતો મુજબ યુવતી સાથે રંગરેલિયા મનાવનાર બિલ્ડરની પુત્રીના લગ્ન દિવાળી આસપાસ ગોઠવાયા છે. તેથી આ ઘટના બહાર આવતાં જ પરિવાર ચિંતામાં મુકાયો છે.