કોરોના સામેના જંગમાં આયુર્વેદિક ઉપચારનો દાવો કરનારા રામદેવબાબા ફરી વિવાદમાં આવે તેવી શકયતા છે. હાલમાં વિશ્વ આરોગ્ય સંસ્થાએ સ્પષ્ટ કર્યું છે કે, રામદેવબાબાએ પતંજલી દ્વારા બજારમાં મુકેલી કોરોનાની દવાને સંસ્થાએ સર્ટીફાઈડ કરી નથી. કોવિડ-19ની સારવાર માટે કોઈ પણ ટ્રેડિશનલ મેડિસીનની અસરના કોઈ રીવ્યૂ કરાયો નથી. ઉપરાંત કોરોનીલને સર્ટિફાઈડ કરવામાં આવી નથી. પતંજલી આયુર્વેદનો આ દાવો એક દિવસ પહેલા કરાયો હતો. કોરોનીલ દવાને WHOની સર્ટિફિકેશન સ્કીમ અંતર્ગત આયુષ મંત્રાલય તરફથી પ્રમાણપત્ર મળ્યું છે. પણ હવે WHOના દક્ષિણ પૂર્વ એશિયાના રીજનલ ઓફિસ પોતાના ટ્વીટર પરથી ટ્વીટ કરાયું છે. જેમાં WHOએ લખ્યું છે કે, કોઈ પણ ટ્રેડિશનલ દવાને કોરોના વાયરસના ઉપચાર માટે પ્રમાણપત્ર અપાયું નથી. સંસ્થાએ કોઈ દવાને સમર્થન આપ્યું નથી કે તે અંગે સલાહ પણ આપી નથી. બીજી તરફ પતંજલી આયુર્વેદના આચાર્ય બાલકૃષ્ણએ પણ ટ્વીટ કરતા લખ્યું હતુ કે, કોરોનીલ માટે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા એટલે કે DCGIએ ફાર્માસ્યુટિલ પ્રોડક્ટ સર્ટિફિકેટ આપી દીધું છે. CPPનું પ્રમાણપત્ર મળ્યું છે. આમ પતંજલી અને WHOના નિવેદન વિરોધાભાસ છે.