વાલીયા રોડ પરથી ટ્રકમાં બનાવેલ ચોરખાનામાંથી દારૂ સહિત ૧૪ લાખનો મુદામાલ ઝડપાયો હતો. ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ.ભરાડા વડોદરા રેંજ વડોદરા તથા ભરૂચ જીલ્લાના પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓ તરફથી જીલ્લામાં ગેર કાયદેસર રીતે ચાલતી દારૂ/જુગાર ની પ્રવુતિ અટકાવવા તેમજ શોધી કાઢવા સારૂ સખ્ત સુચના આપવામાં આવેલ હોય ભરૂચ એલ.સી.બી ના પોલીસ ઇન્સપેક્ટર જે.એન. ઝાલાના માર્ગદર્શન મુજબ ભરૂચ એલ.સી.બી ટીમ દ્વારા મળેલ બાતમી આધારે અંકલેશ્ર્વર વાલીયા રોડ ખાતેથી ટ્રક નંબર RJ 27 GA 2424 માંથી ટ્રક ના કેબીન પાછળ ટ્રક ની બોડીમાં બનાવેલ ચોરખાના માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ નો કુલ મુદ્દામાલ કિંમત રૂપીયા ૧૪,૬૫,૭૧૦/- નો કબજે કરી કાયદેસર કાર્યવાહી કરી આગળની તપાસ માટે અંકલેશ્ર્વર જી.આઇ.ડી.સી પો.સ્ટે સોંપવામાં આવેલ છે. અને આ મુદ્દામાલ કયાંથી લાવવામાં આવ્યો અને કયાં પોહચાડવાનો હતો જે બાબતે સધન તપાસ ચાલુ છે.
ભારતીય બનાવટના વિદેશી દારૂ રોયલ કલાસીક વ્હીસ્કી પાઉચ બોક્ષ નંગ- ૯૭ જેમાં કુલ પાઉચ નંગ- ૪૬૫૬ જેનિ કુલ્લ કિ રૂ ૪,૬૫,૬૦૦ અને ૧૦ લાખની ટ્રક નંબર RJ 27 GA 2424 તથા રૂ ૧૧૦ રોકડા મળી કુલ ૧૪,૬૫,૭૧૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કામગીરી પો.સ.ઈ એ.એસ.ચૌહાણ તથા હે.કો ઇરફાન અબ્દુલ સમદ તથા અ.હે.કો જોગેંદ્રદાન તથા હે.કો ચંન્દ્રકાંન્તભાઇ તથા હે.કો ઉપેંદ્રભાઇ તથા હે.કો પરેશભાઇ તથા પો.કો કિશોરસિંહ તથા પો.કો ફિરોજભાઇ પો.કો દિપકભાઇ તથા એલ.સી.બી. ભરૂચની ટીમે કરી હતી.