આજે આખરે વડાપ્રધાન મોદીએ તેમની કેબિનેટનું વિસ્તરણ કર્યું છે. એક બે નહીં પૂરા 43 નેતાઓને કેબિનેટમાં સ્થાન મળ્યું છે. ગુજરાતમાંથી પાંચ સાંસદોને પ્રધાન મંડળમાં સ્થાન મળ્યું છે, જેમાંથી બે કેબિનેટ મંત્રી અને ત્રણ રાજ્યકક્ષાના મંત્રી છે. આજે સાંજે 6 વાગ્યે મોદીના વિસ્તરેલા પ્રધાનમંડળે શપથ લીધા હતા. વડાપ્રધાને તેમની કેબિનેટમાં 43 મંત્રીઓને સ્થાન આપ્યું છે. ગુજરાત માટે આ વિસ્તરણ એટલા માટે મહત્વનું છે કે તેમાં ગુજરાતના પાંચ સાંસદોને પ્રધાનપદુ મળ્યું છે. યાદ રહે કે આવતા વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણી છે, ત્યારે ગુજરાતમાં પ્રભાવ વધારવા માટેનો આ અવસર છે.
યાદ રહે કે પ્રધાનમંડળના વિસ્તરણ પહેલાં કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ અને પ્રકાશ જાવડેકર સહિત 12 મંત્રીઓએ રાજીનામા આપ્યા હતા. જો કે અનુરાગ ઠાકુર, હરદીપ પુરી, કિરેન રિજ્જુ, આર.કે. સિંહને પ્રમોશન મળ્યા છે. તેઓ હવે કેબિનેટ મંત્રી બન્યા છે. પ્રધાનમંડળમાં 43 મંત્રીઓને સામેલ કરાયા હતા. 15 નવા કેબિનેટ મંત્રીઓ અને 28 નવા રાજ્ય મંત્રીઓએ શપથ લીધા હતા.
આજે સામેલ કરાયેલા મંત્રીઓમાં સૌથી વધુ ઉત્તર પ્રદેશના સાત નેતાઓને પ્રધાનમંડળમાં સામેલ કરાયા હતા. જ્યારે બીજા ક્રમે ગુજરાતના પાંચ નેતાઓને મંત્રીપદ મળ્યું છે. આ પૈકી રાજ્યસભાના બે સાંસદો પુરૂષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવીયાને કેબિનેટ કક્ષાના મંત્રી બનાવ્યા છે, જ્યારે લોકસભામાં ગુજરાતના સાંસદ સુરતના દર્શના જરદોશ, ખેડાના દેવુસિંહ ચૌહાણ અને સુરેન્દ્ર નદરના ડૉ. મહેન્દ્ર મુજપરાની વરણી થઇ છે. કેબિનેટ મંત્રીઓમાંથી 13 મંત્રીઓએ હિન્દીમાં જ્યારે બે મંત્રીઓએ અંગ્રેજીમાં શપથ લીધા હતા. મહારાષ્ટ્રના નારાયણ રાણે સૌ પહેલા શપથ લીધા હતા. યાદ રહે કે કિરણ રિજ્જુ, આર.કે.સિંહ, હરદીપ સિંહ પુરી, મનસુખ માંડવીયા, પુરૂષોત્તમ રૂપાલા, જી. કિશન રેડ્ડી અને અનુરાગ ઠાકુરને રાજ્યમંત્રીમાં પ્રમોશન આપીને કેબિનેટ મંત્રી બનાવ્યા હતા.