ભારતમાં પાંચ પ્રદેશી સરકાર માટે યોજાનારી ચૂંટણીથી રાજકીય ફલક પર ભારે ચહલપહલ જોવા મળી રહી છે. મોટાભાગના રાજકીય પક્ષો અત્યારે અન્ય કામકાજ છોડીને ચૂંટણીના પ્રચારમાં જ વ્યસ્ત બન્યા છે. ત્યારે આ પ્રદેશમાં કોને સત્તા મળશે, કોની સ્થિતિ મજબૂત થશે વગેરે સવાલોને લઈને અટકળો ચાલવા માંડી છે. પશ્ચિમ બંગાળ, તમિલનાડુ સહિત 5 રાજ્યોમાં થનારી આ ચૂંટણી પહેલા ટાઇમ્સ નાઉ અને સી વોટરનો એક સરવે બહાર આવ્યો છે. જે અનુસાર પોન્ડિચેરીમાં NDAને સત્તા મળવાની શક્યતા છે. આ વિસ્તારમાં હાલ કોંગ્રેસ અને DMKનું ગઠબંધન ભાજપ સામે ચૂંટણી લડી રહ્યું છે. પરંતુ આ ગઠબંધનને કોઈ ફાયદો ન થાય તેવું અનુમાન છે. જયારે ભારે પ્રયાસો છતાં કેરળમાં ભાજપને સત્તા મળવાના ઓરતા પુરા થાય તેમ નથી. કેરળમાં LDF ફરીથી સત્તા કબજે કરે તેવો વર્તારો છે.
કેરળમાં 140 બેઠકો વિધાનસભામાં છે. જેથી આ બેઠકો પૈકી લેફ્ટના નેતૃત્વવાળા LDFને 82 બેઠકો પર જીત મળવાનું અનુમાન છે. જયારે અહીં કોંગ્રેસની આગેવાનીવાળી યુડીએફને માત્ર 56 બેઠકો મળવાનો વર્તારો છે. કેરળમાં મુખ્યમંત્રીની રેસમાં પી.વિજયન સૌથી અગ્રેસર છે. ઓપિનિયલ પોલમાં મુખ્યમંત્રી અંગે પુછાયેલા એક પ્રશ્નના જવાબમાં મોટાભાગના લોકોએ સીએમ માટે પી. વિજયન પર પસદંગીનો કળશ ઢોળ્યો હતો. રાજ્યના 38 ટકા લોકો પી વિજયનને જ ફરીથી મુખ્યમંત્રી તરીકે જોવા માંગે છે. જયારે 28 ટકા લોકોએ ઓમન ચાંડીને મુખ્યમંત્રી પદ માટે પસંદ કર્યા હતા.
આ ઉપરાંત એમ. રામચંદ્રનને 2.5 ટકા, કે.કે. શૈલજા 5.9 ટકા અને રમેશ ચેન્નીથલાને 4.2 ટકા મત મળ્યા હતા. ઑપિનિયન પૉલમાં કેરળના લગભગ 56 ટકા લોકોએ પ્રધાનમંત્રી પદ માટે રાહુલ ગાંધીને સૌથી યોગ્ય ઉમેદવાર માન્યા છે. ટાઇમ્સ નાઉ અને સી-વોટરના ઓપિનિયન પોલ મુજબ આસામમાં યુપીએને ફાયદો થશે અને તેનો વોટશેર 9 ટકા વધે તેવું અનુમાન છે.
આસામમાં NDAને લાભ થવાની શકયતા છે. 2016માં યુપીએને અહીં 31 ટકા મતો મળ્યા હતા, જ્યારે આ વખતે 40.7 ટકા મતો મળવાનો અંદાજ છે. એનડીએ પણ અહીં પોતાની મત ટકાવારીમાં એક ટકાનો વધારો કરી શકે છે. એનડીએને અગાઉ 41.9 ટકા મત મળ્યા હતા. જયારે આ વખતે 42.9 ટકા મત મળવાની શકયતા છે.
તમિલનાડુમાં મુખ્યમંત્રી પદ માટે ડીએમકેના ચીફ એમ.કે. સ્ટાલિનનો દબદબો રહ્યો છે. રાજ્યના 38 ટકા લોકોએ મુખ્યમંત્રીના પદ માટે એમ.કે. સ્ટાલિન યોગ્ય હોવાનો અભિપ્રાય રજૂ કર્યો હતો. જયારે 31 ટકા લોકોએ વર્તમાન સીએમ પલાનીસામીને મુખ્યમંત્રી તરીકે જોવા માંગતો હોવાનું જણાવ્યું હતુ. આ ઓપિનિયન પોલીસમાં 7 ટકા લોકોએ સીએમ પદ માટે કમલ હાસન પર પસંદગી ઉતારી હતી. જયારે રજનીકાંત અને શશિકલાને સીએમ તરીકે જોવા માંગતા હોય તેવા લોકોની ટકાવારી 4-4 ટકા રહી હતી. તમિળનાડુમાં અમ્માની પાર્ટી AIADMK સાથે જ ભાજપની આશાઓને ઝાટકો લાગી શકે છે. રાજ્યની 234 બેઠકોમાંથી યુપીએને 158 બેઠકો મળી શકે છે. જયારે AIODMK-ભાજપ ગઠબંધનને ફાળએ માત્ર 65 બેઠકો આવી શકે છે. આ ઉપરાંત MNMને 5, AMMKને 3 અને અન્યને ત્રણ બેઠકો મળી શકે છે. પોન્ડિચેરીમાં 6 એપ્રિલના રોજ મતદાન થવાનું છે. પોન્ડિચેરીમાં 30 વિધાનસભા બેઠકોમાંથી એનડીએને 16થી 20 બેઠકો મળવાનું અનુમાન છે. જયારે તેના હરિફ યુપીએને ફાળે 13 બેઠકો આવે તેવી શકયતા છે. તામિલનાડુ અને કેરળમાં એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે. આસામમાં 27 માર્ચ, 1 એપ્રિલ અને 6 એપ્રિલના રોજ ત્રણ તબક્કામાં મતદાન થશે.