AIIMSમાં લાગેલી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. તમામ દર્દીઓને એન્ડોસ્કોપી રૂમમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. ફાયર વિભાગના અધિકારી વેદપાલ શિકારાએ જણાવ્યું કે જ્યાં આગ લાગી તે એક સ્ટોર હતું. જેના કારણે એકપણ દર્દી સાથે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી. આગની ઘટના બપોરે 12 વાગ્યાની આસપાસ છે.
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં એઈમ્સના એન્ડોસ્કોપી રૂમમાં સોમવારે ભીષણ આગ લાગી હતી. આગની માહિતી મળતા જ હોસ્પિટલ પરિસરમાં અફરાતફરી મચી ગઈ હતી. નવીનતમ માહિતી મુજબ, એઈમ્સમાં આગ કાબૂમાં આવી ગઈ છે. તમામ દર્દીઓને એન્ડોસ્કોપી રૂમમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. આગની ઘટનાને પગલે AIIMS ખાતેના ઈમરજન્સી વોર્ડને પણ હંગામી ધોરણે બંધ કરી દેવામાં આવ્યો છે.