વલસાડના તિથલરોડ પર આવેલી રીનાપાર્ક સોસાયટીમાં દરવર્ષની જેમ આ વર્ષે પણ પ્રજસત્તાક પર્વની ઉજવણી કોવિદ-19ની ગાઈડલાઈન મુજબ કરવામાં આવી હતી. સોસાયટીના ઈતિહાસમાં સૌપ્રથમવાર ધ્વજવંદન મહિલા સફાઈ કામદારના હસ્તે કરાયું હતું. સોસાયટી પ્રમુખના આ નવા પ્રયોગને સૌએ વધાવી લીધો હતો. સોસાયટીના તમામ રહીશોએ ઉમળકાભેર ભાગ લઈ ત્રિરંગાને સલામી આપી દેશ પ્રત્યેની પોતાની કૃતજ્ઞતા અનુભવી હતી. પ્રમુખ સંજય નાયકે સોસાયટીના તમામ રહીશોને ખાસ કરીને સફાઈ અને સ્વચ્છતા ઉપર ભાર મૂકવા આગ્રહ કર્યો હતો. આ પ્રસંગે સોસાયટીના સિનિયર સિટીઝનોનું પુષ્પગુચ્છ આપી સન્માન પણ કરાયું હતું.
ADVERTISEMENT