આ ફૂડ કાર્નિવલ ૪.O માં Key Note Speaker તરીકે કે જે National Director Growth & Development area ના જે એફ એસ ઈશાન અગ્રવાલ એ હાજરી આપી હતી.અને તેમણે જેસીઆઈ વિશેની વિસ્તૃત માહિતી આપી હતી અને લગભગ ૧૦૦થી વધુ વેપારી ભાઈઓને બિઝનેઝની ટિપ્સ આપી હતી. આ પ્રોજેક્ટના પ્રોજેક્ટ ચેરપરસન તરીકે જેસી ચંદ્ર પ્રભા, જેસી ભાવિકા અધવરયું , જેસી શ્વેતા શાહ એ સંપૂર્ણ જવાબદારી સંભાળી હતી. તેમજ સંસ્કાર ઇવેન્ટના સંચાલક અને ઉપપ્રમુખ પબ્લિક રિલેશન જેસી રાહુલ મિસ્ત્રીનો નોંધનીય ફાળો છે. આ પ્રોગ્રામને સફળ બનાવવા માટેની ઉત્કૃષ્ટ કામગીરી જેસી ડો. શ્રીકાંત કનૌજિયા એ ડિરેક્ટર તરીકે સંભાળી. આ ત્રણ દિવસના ફૂડ કાર્નિવલમાં લગભગ 11000 જેટલા વલસાડની સ્વાદપ્રેમી જનતાએ લાભ લીધો. સમગ્ર કાર્યક્રમની ચેરમેનશિપ જેએફએમ સાહિલ અશોક દેસાઈ દ્વારા કરવામાં આવી.
ત્રણ દિવસના ફૂડ કાર્નિવલ દરમિયાન JCI વલસાડ ના મેમ્બર દ્વારા વલસાડવાસીઓને વિવિધ પ્રવૃત્તિઓ, રમતો, સિગિંગ, ડાન્સ , કવિઝ વગેરે કરાવવામાં આવી.
આ કાર્યક્રમને ઉદ્ઘાટન અંતે આભારવિધી જેસી હેલી કનોજીયા દ્વારા કરવામાં આવી.