પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની કોઈપણ સમયે ધરપકડ થઈ શકે છે. ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એફઆઇએ) દ્વારા વારંવાર સમન્સ મોકલાયા બાદ તેની ધરપકડ થઇ શકે છે. હકીકતમાં, ગેરકાયદેસર ભંડોળના કેસમાં, FIAએ ઇમરાન ખાનને બુધવારે પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું હતું, પરંતુ ઇમરાને હાજર થવાનો ઇનકાર કર્યો હતો. આ પછી શુક્રવારે તેમને બીજું સમન મોકલવામાં આવ્યું હતું. આમ છતાં ઈમરાન ખાન તપાસ એજન્સી સમક્ષ હાજર થયા જ ન હતા.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાનની સૌથી મોટી તપાસ એજન્સી વારંવાર સમન્સ મોકલવા છતાં હાજર ન થવાને કારણે તેની ધરપકડ કરી શકે છે. જો કે એજન્સીના કેટલાક સૂત્રોનું કહેવું છે કે ઈમરાન ખાનની ધરપકડ અંગેનો અંતિમ નિર્ણય ત્રણ નોટિસ બાદ લેવામાં આવશે.
ઈમરાન સાથે સંબંધિત પાંચ કંપનીઓ સામે આવી
પાકિસ્તાની મીડિયા અનુસાર, FIAને ઈમરાન ખાન સાથે જોડાયેલી પાંચ કંપનીઓ વિશે જાણકારી મળી છે. આ કંપનીઓ યુએસએ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુકે અને બેલ્જિયમ સ્થિત છે. જ્યારે ઈમરાન ખાને ઈલેક્શન કમિશન ઓફ પાકિસ્તાન (ECP)ને સુપરત કરેલા રિપોર્ટમાં આ કંપનીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
ઈમરાન ખાને કાયદાકીય કાર્યવાહીની ચેતવણી આપી છે
બુધવારે FIA દ્વારા ઈમરાન ખાનને પહેલી નોટિસ મોકલવામાં આવી હતી. આ પછી ઈમરાન ખાને ફેડરલ ઈન્વેસ્ટિગેશન એજન્સીને પત્ર લખીને બે દિવસમાં નોટિસ પાછી ખેંચવાની ચેતવણી આપી છે. ખાને કહ્યું છે કે હું તમને જવાબ આપવા માટે જવાબદાર નથી. તેણે કહ્યું છે કે જો બે દિવસમાં નોટિસ પાછી નહીં ખેંચાય તો હું તમારી સામે કાયદેસરની કાર્યવાહી કરીશ.
FIA પાસે પુરાવા
અહેવાલો કહે છે કે FIA પાસે ઈમરાન ખાન વિરુદ્ધ પૂરતા પુરાવા છે. આગામી સપ્તાહે એજન્સી દ્વારા ત્રીજી અને અંતિમ નોટિસ જારી કરવામાં આવી શકે છે