મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં રાજય સરકારના શિક્ષણ વિભાગની ગુજરાત જ્ઞાન ગુરુ Quiz – G3Qની ગ્રાન્ડ ફિનાલે આજે રોજ અમદાવાદના ટ્રાન્સસ્ટેડિયા ખાતે સાંજે ૫.૦૦ કલાકે યોજાશે. રાજ્ય સરકાર દ્વારા આ G3Qનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની હવે ગ્રાન્ડ ફિનાલે યોજાવા જઇ રહી છે. ‘જાણશે ગુજરાત અને જીતશે ગુજરાત’ના સંકલ્પ સાથે ટ્રાન્સસ્ટેડિયા ખાતેની મેગા ફિનાલે ક્વિઝમાં પદ્મશ્રી કૈલાશ ખેર સંગીતમય રજૂઆત
અમદાવાદના ટ્રાન્સસ્ટેડિયા, કાંકરિયા ખાતે આ ફિનાલેમાં સૂર સમ્રાટ – પદ્મશ્રી કૈલાશ ખેર ફરી એકવાર સંગીતમય રજૂઆત કરી અમદાવાદીઓને ડોલાવશે. ઉલ્લેખનીય છે કે, આ ક્વિઝમાં અત્યાર સુધી ગુજરાતના કુલ ૨૭.૭૨ લાખથી વધુ પ્રજાજનોની ભાગીદારી નોંધાતા દેશના શિક્ષણ ઇતિહાસમાં પણ અનોખી સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. જિલ્લા કક્ષાના વિજેતાઓ ટ્રાન્સસ્ટેડિયા ખાતે અંતિમ સ્પર્ધા – ક્વીઝ રમવા ઉપસ્થિત રહેશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં વિજેતાઓની ઘોષણા, ઈનામી રકમના ચેક, પ્રમાણપત્ર અને ટ્રોફી વિતરણ તથા GSIRF2022ના Five Star પ્રાપ્ત કરનાર સંસ્થાઓને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવશે.
આ અવસરે કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણી, સહકાર મંત્રી જગદીશભાઇ વિશ્વકર્મા, શિક્ષણ રાજ્યમંત્રી કુબેરભાઇ ડિંડોર ઉપસ્થિત રહેશે.