દક્ષિણ ગુજરાતની સુગરમિલોએ શેરડીના ટન દીઠ ભાવ જાહેર કર્યા છે. દ.ગુજરાતની અલગ અલગ સુગરમિલોએ પોતાના ખેડૂતો માટે ભાવ જાહેર કર્યા છે. સૌથી વધુ ગણદેવી સુગરમિલે ટન દીઠ 3361 રૂપિયા ભાવ જાહેર કર્યા છે. બીજા ક્રમે બારડોલી સુગર છે. બારડોલી સુગરે ટનદીઠ 3203 રૂપિયા ભાવ જાહેર કર્યો છે.
નવસારીની ગણદેવી સુગરમિલે આ વર્ષે ગતવર્ષ કરતા ટનદીઠ 440 રૂપિયા ઓછા આપવાનો નિર્ણય કર્યો છે. ગણદેવી સુગરમિલે ગત વર્ષે પ્રતિ ટન 3321 રૂપિયા ચૂકવ્યા હતા. ઓક્ટોબરથી જાન્યુઆરી સુધી ખેડૂતોને ટનદીઠ 3361 રૂપિયા મળશે, ફેબ્રુઆરી માટે 3461 જ્યારે માર્ચ માટે રૂ. 3561 રૂપિયા જાહેર કરવામાં આવ્યા છે. એપ્રિલ માસ દરિયાન પ્રતિ ટન 3761 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. મે મહિના માટે પ્રતિ ટન દીઠ 3761 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે સમગ્ર દ.ગુજરાતમાં ગણદેવી સુગરમિલ સૌથી વધાર ભાવ આપતી આવી છે. ગણદેવી સુગર છેલ્લા ૧૭ વર્ષથી દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ભાવ આપતી સુગર ફેક્ટરી બની છે. અન્ય સુગરમિલની વાત કરીએ તો બારડોલી સુગર મિલના 3203 રૂપિયા પ્રતિ ટન, કામરેજ સુગર મિલના 2727 રૂપિયા પ્રતિ ટન, સાયણ સુગર મિલના 3031 રૂપિયા પ્રતિ ટન, મઢી સુગર મિલના 2900 રૂપિયા પ્રતિ ટન
ચલથાણ સુગર મિલના 2906 રૂપિયા પ્રતિ ટન ભાવ જાહેર કર્યા છે.