નવસારી જીલ્લામાં પ્રોહીબીશન પ્રવૃતિ અટકાવવા માટે પોલીસ અધિક્ષકશ્રી ઋષીકેસ ઉપાધ્યાય સાહેબ તથા નાયબ પોલીસ અધીક્ષકશ્રી એસ.જી.રાણા નવસારી વિભાગ, નવસારીનાઓએ તથા સી.પી.આઇ. શ્રી એમ.બી. રાઠોડ સાહેબ નાઓએ પરાક્રમસિંહ એચ. કછવાહા પોલીસ સબ ઈન્સ્પેકટર ગણદેવી પોલીસ સ્ટેશન નાઓને જરૂરી સુચના આપેલ. જે અન્વયે આજરોજ તા.૧૦/૦૮/૨૦૨૧ના રોજ પો.સ.ઇ. શ્રી પરાક્રમસિંહ એચ. કછવાહા તથા અ.હે.કો. મનોજભાઇ બળવંતભાઈ બ.નં ૭૯૮ તથા અ.હે.કો શૈલેષકુમાર જ્ઞાનેશ્વર બ.નં ૮૧૪ તથા આ પો.કો વિજયભાઇ માવજીભાઇ બ.નં ૩૬૮ તથા આ.પો.કો કાંતુભાઇ બાબુભાઇ બ.નં ૨૮૦ તથા આ.પો.કો હિરેનભાઇ હર્ષદભાઇ બ.નં ૩૮૫ તમામ નોકરી ગણદેવી પોલીસ સ્ટેશન તથા આ.હે.કો જીતુભાઇ હરતાનભાઇ બ.નં ૧૮૧ નોકરી નવસારી વિભાગ નવસારીનાઓ ગણદેવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય જે દરમ્યાન આ પો.કો કાંતુભાઇ બાબુભાઇ બ.નં ૨૮૦ નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે એક સીલ્વર રંગની ટોયોટા ઇનોવા કાર નંબર GJ-15-BB-1910 માં એક ઇસમ દમણ ખાતેથી દારૂનો જથ્થો ભરીને ને.હા.નં ૪૮ થી પસાર થનાર છે અને નવસારી તરફ જનાર છે તેવી બાતમી હકીકત આધારે પંચોની હાજરીમાં મોજે ખારેલ ઓવરબ્રીજના ઉતર છેડે ને.હા.નં.૪૮ ઉપર મુંબઇ થી અમદાવાદ જતા રોડ ઉપર તા.ગણદેવી જી.નવસારી ખાતે બાતમીવાળી કારની નાકાબંધી કરી બાતમીવાળી કારના ચાલક નીતીનકુમાર રતિલાલ ટેલર ઉ.વ. ૪૯ રહે. એ/૩, હરીનગર સોસાયટી, જામપીર દરગાહની બાજુમાં, કબીલપોર, નવસારી તા.જી.નવસારીને ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની બાટલી નંગ ૩૨ કિ.રૂ.૨૫,૬૦૦/- તથા એક સીલ્વર રંગની ટોયોટા ઇનોવા કાર નંબર GJ-15-BB-1910 તથા વીવો કંપનીનો મોબાઇલ ફોન કિ.રૂ- ૫,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂા ૫,૩૦,૦૦૦/- ની સાથે પકડાય જઇ તેમજ વોન્ટેડ આરોપી મનોહરભાઇ ઉર્ફે મનુભાઇ સાવલદાસ કંજાણી રહે. સીધી કેમ્પ, નવસારી મો.નં. ૯૦૧૬૧૪૭૪૯૦નાએ સદરહું પ્રોહી જથ્થો મંગાવી ગુનો કરેલ છે. જેને વોટેડ જાહેર કરેલ છે. તેમજ પકડાયેલ ઇસમને કોવીડ-૧૯ ટેસ્ટ સારૂ પોલીસ નજર હેઠળ લીધેલ છે અને બનાવ બાબતે અ.હે.કો. મનોજભાઇ બળવંતભાઇ બ.નં. ૭૯૮ નોકરી ગણદેવી પોલીસ સ્ટેશન નાઓએ સરકાર તરફે ફરીયાદ આપતા ગણદેવી પો.સ્ટે. સી. ગુ.ર.નં ૧૧૮૨૨૦૧૨૨૧૨૨૯૯/૨૦૨૧ પ્રોહી એક્ટ કલમ ૬૫ એઇ, ૯૮(૨), ૧૧૬(૨), ૮૧ મુજબ ગુનો નોધવામાં આવેલ છે અને આ કામની આગળની વધુ તપાસ પો.સ.ઇ. શ્રી પરાક્રમસિંહ એચ. કછવાહાનાઓ કરી રહેલ છે.