પ્રેગનન્સી દરમિયાન મહિલાઓએ એમની ખાવા-પીવાની આદત પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. જો તમે આ સમયે ખાવાની બાબત પર બરાબર ધ્યાન આપતા નથી તો ગર્ભમાં રહેલા બાળકના વિકાસ પર અસર થાય છે. જો તમે પ્રેગનન્સીમાં નાની-નાની બાબતોનું ધ્યાન રાખો છો તો ગર્ભમાં રહેલા બાળકનો વિકાસ સારો થાય છે. પ્રેગનન્ટ વુમન્સ માટે નારિયેળ પાણી સૌથી બેસ્ટ છે. નારિયેળ પાણીમાં ક્લોરાઇડ, ઇલેક્ટ્રોલાઇટ, રાઇબોફ્લેવિન, કેલ્શિયમ, મેગ્નેશીયમ અને વિટામીન સી જેવા તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે. આ સાથે જ તમે પ્રેગનન્ટ નથી અને તમને સવારમાં વિકનેસ લાગે છે તો નારિયેળ પાણી તમારે દિવસમાં એક પીવું જોઇએ. તો જાણી લો તમે પણ નારિયેળ પાણી પીવાથી થતા આ ફાયદાઓ વિશે…
- નારિયેળ પાણી પીવાથી લોહીનું પરિભ્રમણ સારુ થાય છે. આ સાથે જ યુરિન ઇન્ફેક્શન પણ દૂર કરે છે. આમ, જો તમને સવારમાં બહુ વિકનેસ લાગે છે તો તમે રોજ નારિયેળ પાણી પીવો. આ સાથે જ તમે પ્રેગનન્ટ છો તો રોજ સવારમાં 10 થી 11ના સમયમાં નારિયેળ પાણી પીવો.
- ઘણી સ્ત્રીઓને પ્રેગનન્સી સમયે છાતીમાં દુખાવો તેમજ બળતરા થતી હોય છે. આમ, જો તમને પણ આવું થાય છે તો તમે રોજ સવારમાં નારિયેળ પાણી પીવા લાગો. નારિયેળ પાણી પીવાથી તમારી આ સમસ્યા દૂર થઇ જશે.
- પ્રેગનન્સીમાં મોર્નિંગ સિકનેસ અને થાક વધારે લાગે છે. જો તમને પણ સવારમાં આ બધા પ્રોબ્લેમ્સ થાય છે તો તમે રોજ સવારમાં સતત 20 થી 25 દિવસ સુધી નારિયેળ પાણી પીવો. આ નારિયેળ પાણી રોજ પીવાથી તમને થાક નહિં લાગે અને સાથે તમારામાં આખો દિવસ સ્ટેમિના રહેશે.
- ગર્ભાવસ્થામાં મોટાભાગના લોકોને કબજીયાતની સમસ્યા રહેતી હોય છે. પરતું જો તમે ત્રીજા મહિના પછી રોજ નારિયેળ પાણી પીવો છો તો કબજીયાતની સમસ્યામાંથી રાહત મળે છે.
ADVERTISEMENT