કપરાડા પોલીસે હોમગાર્ડ ને બચાવી લેવા માટે માત્ર મારમારી ની ફરિયાદ દાખલ કરતા અનેક તર્ક વિતર્ક
વલસાડ : કપરાડા તાલુકાના ના એક ગામ માં 17 વર્ષીય સગીરા સાથે હોમગાર્ડ ને નજર મળી જતા પ્રેમ થઈ ગયો હતો. અને ગામમાં ચાલતી એક ચર્ચા મુજબ સતત 8 માસ સુધી સંબંધ રાખ્યા બાદ અચાનક સગીરા ના પિતા ને સબન્ધ ની જાણ થતા બન્ને પરિવાર વચ્ચે ગ્રામ રહે સમાધાન કરવા બેઠક નું આયોજન કરવામાં આવ્યું અને આ બેઠક માં પ્રેમિકાને અપશબ્દ બોલતા બંને વચ્ચે શાબ્દિક ટપટપી બાદ હોમગાર્ડ જવાને સગીરા ને હાથ ના કોણીની ઉપર ના ભાગે અને જાંઘ ના ભાગે બ્લેડ વડે ઘા કરતા લોહી લુહાન હાલત માં 108 માધ્યમ થી પ્રથમ કપરાડા સી એચ સી અને ત્યાર બાદ ધરમપુર સ્ટેટ હોસ્પિટલ માં ખસેડવામાં આવી હતી સમગ્ર બાબતે પુત્રી ના પિતા એ પોલીસ ફરિયાદ કરતા માત્ર પોલીસ ચોપડે મારમારી ની ફરિયાદ નોંધાવવા પામી છે.
મળતી વિગતો અનુસાર કપરાડા નજીક માં આવેલા એક ગામ માં રહેતી 17 વર્ષીય સીમા (નામ બદલ્યું છે )ને છેલ્લા 8 માસ પૂર્વે કપરાડા પોલીસ મથક માં જ કામ કરતા હોમગાર્ડ નીતિન માહલા સાથે આંખ મળી ગઈ હતી અને બંને પ્રભુતા મા પગલાં માંડવા માટે ના સ્વપ્ન સેવતા હતા 17 વર્ષીય સગીરા એ લગ્ન કરવાની વાત ને લાઇ ને તેનું સર્વસ્વ લૂંટાવ્યું હતું પરંતુ સમગ્ર બાબત માં મોબાઈલ માં થી ઝગડો થયા બાદ બંને પરિવાર ને બેનને ના પ્રેમ સબંધ વિશે જાણકારી મળતા બંનેને છુટા કરતા ગામ રાહે ગત તારીખ 24 જાન્યુઆરી ના રોજ પંચો રૂબરૂ સમાધાન બેઠક યોજાઈ હતી જેમાં હોમગાર્ડ નીતિન માહલા એ સીમા ને અપશબ્દો કહેતા ઉશ્કેરાઈ ગયેલી સીમા એ તેના કેટલાક મેસેજ પંચો સમક્ષ મુકવાની વાત કરતા નીતિન માહલા પોતાની સાથે લાવેલ બ્લેડ જેવું ધારદાર ચીજ સીમા ને હાથ ખભા અને પગ ના ભારે મારતા લોહી નીકળતા આસપાસ ના ઉભેલા પરિવાર જનો દોડી આવ્યા હતા જોકે ત્રીજો ઘા નીતિન માહલા એ સગીરા ને ગળા ના ભાગે મારવાની કોસીશ કરી હતી પરંતુ ત્યાં સુધી પરિજનો આવી જતા તેને બચાવી લીધી હતી અચાનક પંચો રૂબરૂ બનેલી ઘટના માં તમામ લોકો હેબતાઈ ગયા હતા સીમા ને હાથ અને પગ ના ભાગે લોહી નીકળતા લથબથ હાલત માં 108 એમ્બ્યુલન્સ માધ્યમ થી પ્રથમ કપરાડા સી એચ સી ણ એ ત્યાર બાદ ધરમપુર સ્ટેટ હોસ્પિટલ માં ખસેડવામાં આવતા સીમા ને હાથ પગે 13 ટાંકા આવ્યા હતા જોકે સમગ્ર બાબતે જ્યારે હોમગાર્ડ ને પાઠ ભણાવવા માટે સીમાના પિતા એ પોલીસ મથક માં ફરિયાદ કરતા પોલીસે હોમાં ગાર્ડ ને બચાવવા માટે માત્ર મારમારી ની ફરિયાદ નોંધી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉપરાંત જ્યારે આ સમગ્ર કિસ્સા માં તપાસ કરનાર જમાદાર દ્વારા હોમગાર્ડ ને સમાધાન કરી બચાવી લેવા માટે પરિવાર જનો ને યેનકેન પ્રકારે ગોળ ગોળ ફેરવવા માં આવતા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે . તયારે આ બાબતે જિલ્લા પોોલીસ વડા ગંભીરતાથી પોતાની રહે તપાસ કરાવડાવી કસુરવારો સામે કાયદેસરની કાર્યવાહી કરે તે જરૂરી છે.