પબજીના ભારતીય ચાહકો માટે ટુંક સમયમાં જ ખુશખબર આવી શકે છે. ભારત ચીન વચ્ચે વકરતા વિવાદમાં મોદી સરકારે કેટલીય એપ્સ પર પ્રતિબંધ મુક્યો હતો. જેને પગલે પબજી ગેમ પર પણ પ્રતિબંધ મુકાયો હતો. જે બાદ પબજીએ ચીનમાં કેટલીક કાર્યવાહી કરી ભારત તરફ ફરી નજર દોડાવી હતી. દરમિયાન મંગળવારે જ પબજી કોર્પોરેશને પબજી મોબાઇલનું ૧.૨ ગ્લોબલ વર્ઝન બહાર પાડી તેના યુઝર્સને ખુશ કરી દીધા હતા. કંપનીનો ટાર્ગેટ તો ભારતના યુઝર્સ પણ છે. પરંતુ હાલ તે અંગે સ્થિતિ ધૂંધળી છે. દુનિયાના યૂઝર્સ પબજીના આ નવા વર્ઝનને ગૂગલ પ્લેસ્ટોર પરથી સરળતાથી ડાઉનલોડ કરી શકશે. ભારતમાં પબજી મોબાઈલ ઈન્ડિયા લોન્ચ થયાની ખબરો વતો વારંવાર ફેલાય છે. તેમ છતાં ભારતમાં આ ગેમની એન્ટ્રી બાબતે અવઢવ અનુભવતા લોકોની સંખ્યા મોટી છે. જોકે કંપની દ્વારા આ ગેમ જલ્દીથી ભારતમાં દેખાશે તેવો દાવો કરાયો છે. પરંતુ સરકાર દ્વારા આ રમતને મંજૂરી આપવા હજી કોઈ વિચારણા થઈ રહી નથી. એટલે કે, હાલમાં બધા યૂઝર્સ માટે તે શક્ય નહીં બને.
મળતી વિગતો મુજબ પબજી કોર્પોરેશન દ્વારા પબજી મોબાઈલના ગ્લોબલ વર્ઝનના ૧.૨ બીટા એપીકે ડાઉનલોડ લિંક જાહેર કરાઈ હતી. તેની એપીકે ફાઇલ ડાઉનલોડ કરે તે પછી મોબાઇલ યુઝર્સને નવા વર્ઝનમાં કેટલીક નવી સુવિધા પ્રાપ્ત થશે. કંપનીએ ટ્વિટ કરી જણાવ્યું હતુ કે, એરેગલ મેપ પર રૂનિક પાવરનો વિશેષ અનુભવ હવે મેળવી શકાય તેમ છે. રૂનિક પાવર મોડ સિવાય હોનર બિલ્ડિંગ ઈન મેટ્રો રોયલ, ચીઅર પાર્ક રનિંગ પ ાવર થીમ આધારિત ઇવેન્ટ, પાવર આર્મ્ડ મોડ અને ફામ્સ રાઇફલ જેવી સુવિધા પબજી કંપની દ્વારા આપવામાં આવી રહી છે. મળતી વિગતો મુજબ એપીકે ડાઉનલોડ લિંકની ફાઇલની સાઈઝ ૬૧૩ એમબી છે. જો કે, હાલ તો આ એનરોઈડ મોબાઈલનો ઉપયોગ કરનારા માટે જ ઉપલબ્ધ છે. જે લિંક ખોલ્યા પછી કોરિયન ડાયલોગ બોક્સ ખૂલશે જેમાં ઈન્વિટેશન કોડ ભરી આગળ વધી શકાશે. આ સુવિધા મેળવવા માટે યુઝર્સે સૌ પ્રથમ ગૂગલ પ્લે સ્ટોર પર જવું પડશે. જે બાદ તેણે પબજી મોબાઇલ ગ્લોબલ વર્ઝન ૧.૨ની એપીકે ફાઇલ ડાઉનલોડ કરવી. ત્યારપછી ઈન્સ્ટોલ ફોર્મ અનનોન સોર્સ ઓન કરવું. જે પછીથી યુઝર્સને ઈનેબલ કરવા માટે સેટિંગ્સમાં સેફ્ટી એન્ડ પ્રાઈવેસી પોલિસીમાં ઈન્સ્ટોલ ફોર્મ અનનોન સોર્સને ઈનેબલ કરવું આવશ્યક હશે. આમ કર્યા બાદ યુઝર્સને પબજી મોબાઇલ ગ્લોબલ વર્ઝન ૧.૨ ની એપીકે ફાઇલ મળશે. ત્યારબાદ જે તે યુઝર્સ પોતાની જાતે જ રિસોર્સેઝ પેકને ડાઉનલોડ કરવા સક્ષમ હશે.