વલસાડ માટે એક સારાં સમાચાર આવ્યા છે. ઘણાં વર્ષોથી જેની માંગ કરવામાં આવી રહી હતી એવા એફએમ સ્ટેશનની માંગણીનો પીએમઓમાંથી સ્વીકાર કરવામાં આવ્યો છે. આ મામલે વલસાડ જિલ્લાના નાગરિક પિયુષભાઇ શાહ દ્વારા કરવામાં આવેલા પ્રયત્નોને હવે સફળતા મળી છે.
પિયુષભાઇઉ શાહે સતત પીએમઓમાં પત્રવ્યવહાર કરીને વલસાડને એફએમ સ્ટેશન મળે તે માટે લડત આપી હતી. આ લડત હવે રંગ લાવી છે. પીએમઓમાંથી આ બાબતનો એક પત્ર પણ પાઠવવામાં આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે વલસાડમાં ઓલ ઇન્ડિયા રેડિયોના એફએમ સ્ટેશન માટેની તમારી માંગનો સ્વીકાર કરવામાં આવ્યો છે.
પત્રમાં લખવામાં આવ્યું છે કે વલસાડમાં 100 વોટ એફએમ ટ્રાન્સમીટર સેટ કરવા માટે ગુજરાતની 12મી યોજના હેઠળ પરવાનગી આપવામાં આવી છે. આ કાર્ય 2022-23 માં પૂર્ણ કરવામાં આવશે. એટલે કે આવતાં વર્ષ સુધીમાં વલસાડને પોતાનું એફએમ સ્ટેશન મળી જશે.